દ્રષ્ટિવિહીન બહેનો ઉત્સાહભેર આપી રહી છે બોર્ડની પરીક્ષા

  • March 14, 2023 06:33 PM 


આજથી શરૂ થયેલ બોર્ડની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં 280 જેટલા દિવ્યાંગો પરીક્ષા આપી રહ્યા છે જેમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે આ વિદ્યાર્થીનીઓ દ્રષ્ટિ ન હોવા છતાં હોંસલા સાથે પરીક્ષા આપી રહી છે. જેમાં શહેરના ટાગોર રોડ પર આવેલ વિરાણી હાઈસ્કૂલમાં રાઇટર સાથે 8 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ પરીક્ષા આપવા પહોંચી હતી જેને જોઈ અન્ય વિદ્યાર્થીઓનો પણ પરીક્ષા આપવા માટેનો ઉત્સાહ વધતો જોવા મળ્યો હતો. 

રાજકોટના ઢેબર રોડ પર આવેલ વી ડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના દક્ષાબેન મેવાડાએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ રહે છે. આજે વિરાણી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 ની દીકરીઓ પરીક્ષા આપી રહી છે. આ તમામ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના રાઇટર કડવીબાઈ વિદ્યાલયમાંથી આવ્યા છે. આત્મવિશ્વાસ થી ભરેલી આ દીકરીઓ પરીક્ષા આપી રહી છે ધોરણ 9 પૂર્ણ થતાની સાથે જ બીજા જ દિવસથી ધોરણ 10 બોર્ડની તૈયારી આ દીકરીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. 

તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાત દિવસ એક કરી આ દીકરીઓ બોર્ડની પરીક્ષા માટે તૈયારીઓ કરતી હતી. બ્રેઇલમાં તેમજ તેમના સાંભળવાના ઈન્સ્ટુમેન્ટ માધ્યમથી પરીક્ષાની  તૈયારી કરતા હતા. આ દીકરીઓનો આત્મવિશ્વાસ જોતા એવું લાગે છે કે તમામ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓનું પરિણામ ખુબ સારું આવશે. 

ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન પેપર લખવા માટે લહીયા આપવામાં આવતા હોય છે. ત્યારે શહેરની વિરાણી હાઈસ્કૂલમાં ધોરણ 10 ની 8 વિદ્યાર્થીનીઓ રાઇટર સાથર પરીક્ષા આપવા પહોંચી હતી. આ વિદ્યર્થીનીઓને 20 માર્કે પાસ ગણવામાં આવે છે અને પેપર લખવા માટે વધારાનો અડધો કલાકનો સમય પણ આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application