કેકેવી બ્રિજ નીચેના પાર્કિંગ ઉપર વોકહાર્ટ હોસ્પિટલ-સેન્ટ મેરીઝ સ્કૂલના મુલાકાતીઓએ કબજો જમાવ્યો !

  • July 17, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિજ ઉપર હજુ સપ્તાહ સુધી વાહન ચલાવવાની મનાઇ, નીચે ગેરકાયદેસર રીતે વાહન પાર્કિંગની છૂટ

વોકહાર્ટ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને મુલાકાતીઓના વાહનોનું પાર્કિંગ બ્રિજ નીચે થવા લાગ્યું, કોઈ રોકનાર કે પૂછનાર નથી: સેન્ટમેરિઝ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાન ચાલકો પણ બ્રિજ નીચે તેમજ સૂર્યોદય સોસાયટીમાં વાન પાર્કિંગ કરવા લાગતા દેકારો




રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૨૯ કરોડના ખર્ચે નિર્મિત કેકેવી ઓવરબ્રિજ ઉપર હજુ તા.૨૨ જુલાઇ પછી જ વાહનો ચલાવી શકાશે, બ્રિજના ચારેય છેડે બેરીકેડિંગ કરી બંદોબસ્ત મૂકાયો છે પરંતુ બ્રિજની નીચે હાલથી જ વોકહાર્ટ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને મુલાકાતીઓએ કબજો જમાવી લઈને બેફામ આડેધડ વાહન પાર્કિંગ શરૂ કર્યું છે પરંતુ કોઈ તેમને રોકનાર કે ટોકનાર કે પૂછનાર નથી.


કેકેવી બ્રિજ બનતા કાલાવડ રોડમાં વોકહાર્ટ હોસ્પિટલ તરફ આવેલી બ્રિજ નીચેની જગ્યા ઉપર ગેરકાનૂની અને દબાણરૂપ પાર્કિંગ થઈ રહ્યું છે તદઉપરાંત સેન્ટમેરિઝ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાન ચાલકો સૂર્યોદય સોસાયટીમાં વાન પાર્કિંગ કરવા લાગતા દેકારો બોલી ગયો છે. વોકહાર્ટ હોસ્પિટલ અને સેન્ટમેરિઝ સ્કૂલ પોતાના સંકુલમાં મુલાકાતીઓને તેમના વાહન પાર્ક કરવા પરવાનગી આપતા ન હોય મુખ્યમંત્રી લોકાર્પણ કરે તે પૂર્વે જ બ્રિજ નીચે ગેરકાનૂની પાર્કિંગ થવા લાગ્યું છે પરંતુ મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના સૌ કોઈ પગલાં લેવાને બદલે તમાશો જોઈ રહ્યા છે !!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application