Viral video : આક્રમક અંદાઝમાં સેલિબ્રેશન કરવું કિંગ કોહલીને પડ્યું ભારે, ગાળ બોલવા પર થયો લાખોનો દંડ

  • April 18, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ CSKએ 8 રનથી જીતી લીધી હતી. RCBના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને હારનો સામનો કરવો પડ્યો હતો, સાથે જ તે IPLની આચાર સંહિતાના ઉલ્લંઘનનો પણ દોષી સાબિત થયો છે.


IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.2 હેઠળ લેવલ 1ના ગુના બદલ કોહલીને મેચ ફીના 10 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે કોહલીના ગુના અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ માનવામાં આવે છે કે કોહલીને મેદાન પર વધુ પડતી આક્રમકતા બતાવવા બદલ સજા આપવામાં આવી છે.


વાસ્તવમાં, ચેન્નાઈની ઈનિંગ્સની 17મી ઓવરમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બતાવી રહેલા શિવમ દુબેએ વેઈન પાર્નેલની બોલ પર ખોટો ટાઈમિંગ શોટ રમ્યો અને બોલ સીધો બાઉન્ડ્રી લાઈનની નજીક ઉભેલા મોહમ્મદ સિરાજના હાથમાં ગયો. આ પછી, સ્ક્રીન પર દેખાયું કે વિરાટ કોહલીએ ખૂબ ઉત્સાહ સાથે દુબેની વિકેટની ઉજવણી કરી.

BCCI દ્વારા જારી કરાયેલ IPL એડવાઈઝરી અનુસાર, “રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિરાટ કોહલીને બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. કોહલીએ IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો કબૂલ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application