Viral video : રાફ્ટિંગ કરતા કરતા જ બાખડી પડયા પ્રવાસીઓ, ગંગાના ધસમસતા પ્રવાહ વચ્ચે ચપ્પુના ઘા ઝીંકાયા

  • May 21, 2023 07:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગંગામાં રિવર રાફ્ટિંગ દરમિયાન, બે રાફ્ટમાં સવાર પ્રવાસીઓ અને રાફ્ટ ગાઈડ વચ્ચેની લડાઈનો વીડિયો ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે. જો કે હજુ સુધી આ મામલે પોલીસને કોઈ ફરિયાદ મળી નથી. પોલીસ તેના સ્તરે વીડિયોની સત્યતાની તપાસ કરી રહી છે.

આ દિવસોમાં ગંગાના કૌડિયાલા-મુનીકિરેતી ઇકો-ટૂરિઝમ ઝોનમાં રિવર રાફ્ટિંગ માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. સપ્તાહના અંતે રાફ્ટિંગ માટે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. સ્થિતિ એવી છે કે ઘણા પ્રવાસીઓને સ્પોટ બુકિંગમાં રાફ્ટ્સ મળતા નથી. 


 આ વીડિયોમાં ગંગાના મોજામાં તરતા બે રાફ્ટમાં સવાર પ્રવાસીઓ અને ગાઈડ એકબીજા પર ચપ્પુ વડે હુમલો કરતા જોવા મળે છે.


જો રાફ્ટિંગ બિઝનેસ સાથે જોડાયેલા ગાઈડની વાત માનીએ તો આ વીડિયો ગુરુવારનો છે, જેને એક રાફ્ટ ગાઈડે તેના ગો પ્રો કેમેરાથી શૂટ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રાફ્ટ્સમાં દિલ્હી-એનસીઆરના પ્રવાસીઓ હતા. આ રાફ્ટર્સના ગાઈડ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી, જેના પર પહેલા ગાઈડોએ એકબીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને બાદમાં પર્યટકો પણ એકબીજા પર હુમલો કરવા લાગ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application