અંખિયા મિલાકેના રાજકોટમાં કેસ વધ્યા : આઇ ડ્રોપ અને દવાના વેચાણમાં તોતિંગ ઉછાળો

  • August 01, 2023 12:38 PM 


ચોમાસાની ઋુતુ આવે અને રોગચાળો વકરે.. સામાન્ય રોગચાળાની સાથે આ વખતે આંખ આવવાના કેસ પણ વધી રહ્યા છે. હાલના દિવસોમાં વાઈરલ કનઝંક્ટીવાઈટીસના કેસમાં વધારો થયો છે. રાજકોટમાં રોજના 500 જેટલા કેસ આવી રહ્યા છે.


એવામાં રાજકોટ શહેરના મેડિકલોમાં આઇ ડ્રોપ અને દવાના વેંચાણનું પ્રમાણ પણ વધ્યું છે. હાલ રોજ 1000થી 1500 સુધી આઇ ડ્રોપનું શહેરમાં વેંચાણ થઈ રહ્યું છે. સાથે જ આંખ આવવાની અલગઅલગ દવાના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. આંખ આવવી એ વાઇરલ ઇન્ફેક્શન એટલે કે ચેપી રોગ છે. હાલ ચોમાસાને કારણે ભેજવાળું વાતાવરણ હોવાથી આ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય રહ્યો છે. ચોમાસુ અને ભેજવાળું વાતાવરણ એ વાઇરલ ઇન્ફેક્શનની મનપસંદ ઋતુ હોય છે જેથી તેના કેસ ચોમાસામાં વધુ આવતા હોય છે. પરંતુ દર ચોમાસા કરતા આ વખતે આ કેસમાં વધારો નોંધાયો છે. આ વાઈરલ કેસથી બચવા માટે સતત હાથ ધોવા, આંખોને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. આંખોને હાથથી સ્પર્શવાની ટેવને ચશ્માનો ઉપયોગ કરીને ઘટાડી શકાય છે અને એ રીતે આ પ્રકારનો ચેપ પણ અટકાવી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application