જામનગરમાં સૈયદ પરિવારો વચ્ચે મોટાપીર-ઇમામખાના મુદ્દે ચાલુ વિવાદમાં એક અરજદારે તા. ૨૪ મી જુનના રોજ કરેલી રજૂઆતમાં વકફ બોર્ડે નિર્દેશ આપ્યો...
મુસ્લિમ કેલેન્ડરનો મહોરમ માસ ચાલુ થઇ ગયો છે. અગામી દિવસોમાં તાજીયા યોજાશે તે વેળાએ જામનગરમાં રાજાશાહી ના સમયથી ચાંદીના તાજીયાનું આયોજન જ્યાંથી થાય છે તે મોટાપીર અને ઇમામખાના વારાફરથી સંચાલનની ૧૯૯૩ થી થયેલી લેખિત સમજુતી મુજબ આ વખતે મહોરમમાં સંસ્થાકીય વહિવટ થાય તેવી રજુઆત ગ્રાહ્ય ગણીને વકફ બોર્ડ દ્વારા જુના સમાધાન મુજબ પક્ષકારોએ આ વખતે મહોરમમાં વર્તવા લેખિત નિર્દેશ આપ્યો છે.
ગાંધીનગર ખાતેના વકફ બોર્ડના મુખ્ય કારોબારી એમ.એચ.ખુમારે તા.૨૪ જૂન ના રોજ બે અરજદારો સૈયદ મહોમ્મદ સિદ્દીક અને અરજદાર સૈયદ મહોમ્મદ સિદ્દિક હૈદરમીયા તેમજ સૈયદ સમાજના સાત વાંધેદારો જેમાં કાદરી મો.ઉસ્માન શાહમોહંમદ, સૈયદ અલી અજીજમિયા કાદરી, અકબરશા હાજી આહમદમિયા કાદરી, મહમદ હુસેન આરીફમિયા કાદરી, સૈયદ શબ્બીરહુસેન ગુલામહુસેન અને સૈયદ જૈનુલ આબેદ્દીન અમીરહુસેન તમામને ભણી લેખિત નિર્દેશ આપી જણાવ્યું છે કે, મોટાપીર ની જગ્યા બી-૧૩૪ જામનગર અને બડાપીરની જગ્યા બી-૨૯૨ એમ બે સંસ્થામાં વકફની કચેરીમાં ફેરફાર રિપોર્ટ રજુ થયો છે. જેમાં પરસ્પર વાંધા રજુ થયા છે. ટ્રસ્ટીઓની નિમણુંક બાબતે તકરાર થઇ છે. જેની સુનવાણી વકફ બોર્ડમાં ચાલુ છે અને તકારારી ફેરફાર બોર્ડની વિચારણા હેઠળ છે.
ત્યારે સૈયદ મહોમ્મદ સિદ્દિક હૈદરમીયા દ્વારા તા.૨૪.૦૬.૨૦૨૪ થી રજુઆત કરવામાં આવી છે કે, આગામી મહોરામના તહેવારમાં શાંતિ જળવાઇ રહે, રાબેતા મુજબ વહિવટ ચાલે તે હેતુથી સૈયદ હાજી આહમદમિંયા અઝીઝમીંયા ના વારસો સૈયદ બાવામિંયા અકબરશા ના વારસો અને સૈયદ સૈયદઅલી ગુલામહુસેન ના વારસો વચ્ચે તા.૦૯.૧૦.૧૯૯૩ ના થયેલા સમાધાન કરાર મુજબ જેનો વારો આવતો હોય તેના દ્વારા મહોરમ તહેવાર માટે વહિવટ કરવામાં આવે. તેથી આ રજુઆત ધ્યાને લઇને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે, સુલેહ-શાંતિ મુજબ મહોરમ તહેવાર ઉજવાય તે હેતુથી વકફના હિતમાં વર્ષ ૧૯૯૩ માં થયેલી લેખિત સમજુતી મુજબ અને પરંપરા મુજબ કાર્યવાહી કરવામાં આવે. આમ મોટાપીર અને બડાપીરના મામલે વકફ બોર્ડના કારોબારી અધિકારી દ્વારા જુના સમાધાનની અમલવારીનો નિર્દેશ આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech