Video : વર્લ્ડ કપ 2023ની ટ્રોફી સ્પેસમાં રિલીઝ થયા બાદ અમદાવાદમાં કરાયું સફળ લેન્ડિંગ

  • June 27, 2023 09:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઇસીસીએ સોમવારે આગામી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ટૂરનો મોટા પાયે પ્રારંભ કર્યો, જેનાથી વિશ્વભરના ચાહકોને ભારતમાં રમાનારી ટૂર્નામેન્ટમાંથી પ્રખ્યાત ટ્રોફી જોવાની તક મળી. વર્લ્ડ કપ 2023ની ટ્રોફી પૃથ્વીથી 120,000 ફીટ ઉપરના અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવી હતી. જે બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટ્રોફીનું અદભૂત લેન્ડિંગ થયું હતું.

ટ્રોફીને વિશિષ્ટ બલૂન સાથે જોડવામાં આવ્યા બાદ અને 4k કેમેરાની મદદથી પૃથ્વીની બહાર અવકાશમાં ટ્રોફીની કેટલીક અદભૂત તસવીરો લેવામાં આવ્યા બાદ આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી.

ICC ODI વર્લ્ડ કપ ટ્રોફીનો પ્રવાસ ભારતમાં 27 જૂનથી શરૂ થશે ટ્રોફી વિશ્વભરમાં પ્રવાસ કરશે અને પછી 4 સપ્ટેમ્બરે યજમાન દેશ ભારતમાં પરત આવશે.

  
BCCI ના સેક્રેટરી જય શાહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વર્લ્ડ કપ ટ્રોફીને અવકાશમાં લૉન્ચ કરવાનો વીડિયો શેર કર્યો છે. શાહે લખ્યું, “ક્રિકેટની દુનિયા માટે એક અનોખી ક્ષણ જ્યારે #CWC23 ટ્રોફીનું અવકાશમાં અનાવરણ કરવામાં આવ્યું. તે અવકાશમાં મોકલવામાં આવેલી પ્રથમ સત્તાવાર ટ્રોફીમાંની એક હોવાનો રેકોર્ડ ધરાવે છે. ભારતમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી પ્રવાસની ખરેખર શાનદાર શરૂઆત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application