The video & my statement speaks for itself. Govt authorities are requested to urgently rescue the house help of @Nawazuddin_S from Dubai where the girl is in a state of Solitary Confinement@cgidubai @UAEembassyIndia @LabourMinistry @HRDMinistry@MEAIndia @CPVIndia @OIA_MEA pic.twitter.com/EyQ8DiHPG2
— Advocate Rizwan Siddiquee (@RizwanSiddiquee) February 19, 2023
નવાઝુદ્દીન સિદ્દીકીના ઘરે કામ કરતી નોકરાણી સપનાએ દુબઈમાં ફસાયા હોવાની માહિતી આપી છે અને પોતાનો રડતો વીડિયો બનાવ્યો છે. સપનાએ અપીલ કરી છે કે તેને ત્યાંથી મુક્ત કરવામાં આવે. આ વીડિયો નવાઝુદ્દીનની પત્ની આલિયા સિદ્દીકીના વકીલ રિઝવાન સિદ્દીકીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. રિઝવાને ભારત સરકારના અધિકારીઓ પાસે દુબઈમાં કેદ સપનાને મુક્ત કરવાની માંગ કરી છે.
વીડિયોમાં સપના કહે છે, 'હું સપના વાત કરી રહી છું. હું નવાઝુદ્દીન સરના ઘરે અટવાઈ ગઇ છું. મેડમ ગયા પછી સરે મને વિઝા આપ્યા હતા. મારા પગારમાંથી વિઝાના પૈસા કપાઈ રહ્યા છે. મને બે મહિનાથી પગાર મળ્યો નથી. જેના કારણે મને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દીદી હમણાં જ ગઈ છે, તે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી હતી. તેમને ભારત જવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. તે પણ ભારે મુશ્કેલી સાથે ભારત પહોંચી છે. અત્યારે હું અહીં એકલી છું. મારી પાસે ખાવાના પણ પૈસા નથી. હું તમને વિનંતી કરું છું કે મને અહીંથી બહાર કાઢો અને મારે મારો પગાર જોઈએ છે. મારે મારા ઘરે ભારત જવું છે. મારે જવા માટે ટિકિટ અને પગારની જરૂર છે. હું તમારી સામે આ વિનંતી કરું છું'.
નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા સિદ્દીકી વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે બંનેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. આલિયા સિદ્દીકીએ હાલમાં જ ફેમિલી કોર્ટમાં અરજી કરીને તેના નાના પુત્ર માટે પિતૃત્વ પરિક્ષણની માંગણી કરી છે. આલિયા આ ટેસ્ટના હેતુથી સાબિત કરવા માંગે છે કે નવાઝુદ્દીન તેના નાના પુત્રનો પિતા છે. તે જાણીતું છે કે અભિનેતાની માતા મેહરુનિસાએ આરોપ લગાવ્યો હતો કે આલિયા સિદ્દીકીના નાનો પુત્ર ગેરકાયદેસર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech