Video: શાહરૂખ ખાને કર્યું આલિયા અને રણબીરનું અપહરણ, બરફી,શનાયા અને જવાનના લૂકમાં ત્રણેયનો વિડીયો થયો વાઈરલ

  • October 19, 2023 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું એક પોસ્ટર છેલ્લા કેટલાક સમયથી વાયરલ થઈ રહ્યું હતું. આ પોસ્ટર સામે આવ્યા બાદ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા અને તેના વિશે અટકળો પણ લગાવી રહ્યા હતા. હવે આ પોસ્ટર પાછળનું રહસ્ય ખુલ્યું છે. આ પોસ્ટર શેનું હતું તેનો વીડિયો સામે આવ્યો છે. આ એક જાહેરાત છે. જેમાં શાહરૂખ તેના જવાન, આલિયા સ્ટુડન્ટ ઓફ ધ યર માંથી શનાયાના લુકમાં અને રણબીર બરફીના લુકમાં જોવા મળી રહ્યો છે.


વીડિયોમાં શાહરૂખ આલિયા અને રણબીરને મેટ્રોમાં બાંધે છે અને તેમને તેમના નવા ઘર વિશે પૂછે છે અને તેમણે ઘરમાં યોગ્ય કામ કર્યું છે કે નહીં તે અંગે પણ સવાલ કરે છે. વીડિયોમાં શાહરૂખ રણબીરને તેના અન્ય પાત્રો જેમ કે રોકેટ સિંહ, જગ્ગા જાસૂસ અને સંજુના નામથી બોલાવે છે. જ્યારે આલિયા રણબીરને બ્રહ્માસ્ત્રનો શિવ કહે છે અને રણબીર કઈ બોલવાના બદલે શિવ શિવ કહેતો રહે છે.

આ એડ રિલીઝ થતાં જ ચાહકો ખુશ થઈ ગયા. ફિલ્મમાં ત્રણેયને એકસાથે કાસ્ટ કરવાની ડિમાન્ડ છે. એક ચાહકે લખ્યું- ડ્રીમ કાસ્ટ. આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન અને રણબીર કપૂરે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કર્યું હતું પરંતુ ત્રણેયનો એકસાથે કોઈ સીન નહોતો. બ્રહ્માસ્ત્રમાં શાહરૂખનો કેમિયો હતો. હવે ચાહકો ઈચ્છે છે કે ત્રણેય એક જ ફ્રેમમાં એક ફિલ્મમાં સાથે જોવા મળે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application