Video : ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલાએ ઓર્ડર કરેલી સેન્ડવીચમાં નીકળી ઈયળ, એરલાઈનના સ્ટાફની બેદરકારી પણ આવી સામે

  • December 30, 2023 05:30 PM 



એક સમય હતો જ્યારે લોકો માટે ફ્લાઇટમાં મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે લોકો ભાડું પરવડે નહીં, પરંતુ હવે લોકો માટે ફ્લાઇટ દ્વારા ગમે ત્યાં મુસાફરી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. જો કે, એરપોર્ટ પર અને ફ્લાઈટ્સમાં ઉપલબ્ધ ખોરાક હજુ પણ લોકોને મોંઘો લાગે છે. જે વસ્તુની સામાન્ય રીતે બજારમાં કિંમત 30-40 રૂપિયા હોય છે, તે જ વસ્તુ માટે ફ્લાઇટમાં 300-400 રૂપિયા લેવામાં આવે છે. ઘણા લોકો સાથે કેટલીક ચોંકાવનારી ઘટનાઓ પણ બને છે.

એક મહિલાએ સોશિયલ મીડિયા પર દિલ્હીથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં તેની સાથે બનેલી એક દુઃખદ ઘટના શેર કરી છે. તેણે એરલાઇન સાથેના તેના 'સૌથી ખરાબ અનુભવ'નો સામનો કર્યો છે. મહિલાનું નામ ખુશ્બુ ગુપ્તા હોવાનું કહેવાય છે. તેઓ વ્યવસાયે હેલ્થ પ્રોફેશનલ અને ડાયેટિશિયન છે. મહિલાએ જણાવ્યું કે તેણે 29 ડિસેમ્બરની સવારે ઈન્ડિગોની ફ્લાઈટ લીધી હતી.


આ સમય દરમિયાન તેણે વેજ સેન્ડવિચનો ઓર્ડર આપ્યો, જે તેણે તેની ફ્લાઈટ ટિકિટની સાથે પહેલેથી જ બુક કરાવી દીધી હતી. તેણી ચોંકી ગઈ જ્યારે તેણીએ જોયું કે તેની સેન્ડવીચમાં એક ઈયળ ચાલી રહી છે. મહિલાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો પણ શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેની સેન્ડવીચમાં એક નાનકડી ઈયળ છે. તેમણે એરલાઇનના આ વલણ પર નિરાશા અને ચિંતા વ્યક્ત કરી છે. તેણી વિડીયોમાં કહેતી જણાય છે કે આ અંગે તેણે સ્ટાફને જાન કરી પણ તેઓએ કોઈને આ બાબત જણાવી નહી અને બદલામાં આ વાસી સેન્ડવિચ બધાને આપી પણ ખરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application