27 વર્ષ નાની અવનીત કૌર સાથે લિપ-લોક સિન બાદ ટ્રોલ થયા પીઢ અભિનેતા, સોશિયલ મીડિયા પર ફેન્સે વ્યક્ત કર્યો રોષ

  • June 15, 2023 09:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આ ફિલ્મમાં 49 વર્ષીય નવાઝુદ્દીન સિદ્દીકી તેના કરતા 27 વર્ષ નાની અવનીત કૌર સાથે રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં બંનેના કિસિંગ સીન બતાવવામાં આવતા યુઝર્સ ચોંકી ઉઠ્યા છે.


આ ફિલ્મના ટ્રેલરમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની લવસ્ટોરી બતાવવામાં આવી છે. બંને વચ્ચે રોમેન્ટિક સીન્સ પણ બતાવવામાં આવ્યા છે. આ દરમિયાન યૂઝર્સનો ગુસ્સો ત્યારે ફાટી નીકળ્યો જ્યારે નવાઝુદ્દીન કરતા 27 વર્ષ નાની અવનીત કૌરને લિપ-લોકિંગ પણ દેખાડવામાં આવી.

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો નવાઝને તેની ઉંમર યાદ કરાવી રહ્યા છે તો કેટલાક તેને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે. નવાઝુદ્દીનના ઓફિશિયલ ઈન્સ્ટા પેજ પર શેર કરવામાં આવેલા તેના ટ્રેલરમાં એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, 'આ ખૂબ જ ખોટું છે. આ શું છે. ઘણી મોટી ઉંમરના પુરૂષ કલાકારો સાથે યુવા અભિનેત્રીઓને કાસ્ટ કરવામાં આવી રહી છે. તો અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, 'છી.. આ શું કરી રહી છે તેના પિતાની ઉંમરના અભિનેતા સાથે.'


નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર 23 જૂને રિલીઝ થવા જઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application