ખૂબ જ ખરાબ પ્રદર્શન, માત્ર 16 રનમાં જ આઉટ થઇ ગઇ ટીમ !

  • March 11, 2024 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



9 માર્ચે ડરહામ અને ઇગલ્સ વચ્ચે રમાયેલી ઝિમ્બાબ્વે ડોમેસ્ટિક T20 સ્પર્ધાની ફાઇનલ મેચમાં, ડરહામ ટીમએ 213 રનથી એકતરફી વિજય મેળવ્યો હતો. આ મેચમાં 230 રનનો પીછો કરી રહેલી મેશોનાલેન્ડ ઈગલ્સ ટીમ માત્ર 16 રનમાં જ પડી ભાંગી હતી. ઈગલ્સ ટીમે ટી20 ક્રિકેટમાં ત્રીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે.


મેશોનાલેન્ડ ઈગલ્સ ટીમ માત્ર 16 રનમાં જ પડી ગઈ હતી
ડરહામની ટીમે ઝિમ્બાબ્વે ડોમેસ્ટિક T20 ટાઇટલ જીત્યું

હેડન મસ્ટર્ડે અણનમ 46 રન બનાવ્યા હતા. જવાબમાં મેશોનાલેન્ડ ઈગલ્સ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. બંને ઓપનર શૂન્ય રને આઉટ થયા હતા. મેથ્યુ વેલ્ચ 1 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. આ રીતે આખી ટીમ પત્તાના પોટલાની જેમ ઢેર થઈ ગઈ. ઈગલ્સ ટીમના 5 બેટ્સમેન શૂન્ય રને આઉટ થયા હતા. ટીમનો કોઈપણ બેટ્સમેન 4થી વધુ રન બનાવી શક્યો નહોતો.

સૌથી ઓછા રન બનાવવાનો રેકોર્ડ આઈલ મેનના નામે છે
T20 ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ દેશ આઈલ ઓફ મેનના નામે છે. 26 ફેબ્રુઆરી 2023ના રોજ સ્પેન સામેની 6ઠ્ઠી T20ની છેલ્લી મેચમાં આઈલ ઓફ મેન ટીમ 8.4 ઓવરમાં માત્ર 10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં સ્પેને 0.2 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 13 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આઈલ ઓફ મેન મેચ બાદ સિડની થંડર ટીમનું નામ બીજા સ્થાને છે, જે બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ સામે 15 રનમાં આઉટ થઈ ગઈ હતી. T20 ક્રિકેટમાં ત્રીજો સૌથી ઓછો સ્કોર હવે મેશોનાલેન્ડ ઈગલ્સના નામે જોડાઈ ગયો છે. ડરહામની 213 રને જીત T20 ક્રિકેટના ઈતિહાસમાં ત્રીજા સૌથી મોટા માર્જિનથી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application