ડીજીપી વિકાસ સહાય દ્વારા આજે ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિ લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં PI (હથિયારી) એફ.એમ.કુરેશી (ગોંડલ), PI (બિનહથિયારી) ડી.ડી.ચાવડા (અમદાવાદ) અને PI (બિનહથિયારી) આર.આર.બંસલ (અમદાવાદ)ના નામનો સમાવેશ છે. મહત્વનું છે કે નિવૃત્તિ બાદ પણ ખાતાકીય તપાસ ચાલુ રહેશે.
મળતી માહિતી પ્રમાણે હથિયારી PI એફએમ કુરેશી, ડી.ડી ચાવડા અને આર.આર બંસલને ફરજિયાત નિવૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે ત્રણે અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા. જેને લઈને તેમના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિઓ પણ સામે આવી હતી. એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નર્મદા વિભાગ અને સહકાર વિભાગના બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા હતા.
હથિયારી PI એફએમ કુરેશીને ફરજિયાત નિૃવત્ત કરાયા
કાર્યવાહીના ભાગરૂપે એક સાથે ત્રણ પીઆઇને ફરજિયાત નિવૃત્તિના આદેશ કરી દેવામાં આવ્યા છે. ડીજીપી વિકાસ સહાયે ફરજિયાત નિવૃત્તિના આદેશ કર્યા છે. નોંધનીય છે કે, હથિયારી PI એફએમ કુરેશીને ફરજિયાત નિૃવત્ત કરાયા છે. આ સાથે સાથે ડી.ડી.ચાવડા અને આર.આર.બંસલને પણ ફરજિયાત નિવૃત કરાયા છે.
ત્રણે અધિકારીઓ સામે એસીબીના કેસ
ત્રણે અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા. આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિઓ પણ સામે આવી હતી. જેને લઈને તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહીં હતી.