નયારા એનર્જી દ્વારા પર્યાવરણ દિવસની વૈવિધ્યતાસભર ઉજવણી

  • June 12, 2024 04:47 PM 

નયારા એનર્જી દ્વારા પર્યાવરણ દિવસની વૈવિધ્યતાસભર ઉજવણી

જામનગર, તા. 12 જૂન, 2024: વાડીનાર નજીક આવેલી નયારા એનર્જી દ્વારા પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણની સાથે સાથે પર્યાવરણ વિષે જાગૃતતા આવે એ માટે   વૈવિધ્યતાસભર કાર્યક્રમોનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી.
પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને તે અંગે થઇ રહેલી કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટે નયારા એનર્જીના ઔદ્યોગિક સામાજિક જવાબદારી વિભાગ દ્વારા એક સપ્તાહ સુધી  વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિફાઇનરીની નજીક આવેલા 13 ગામોમાં 300થી વધુ સહભાગીઓના હસ્તે 450થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. એક  નવતર પહેલના ભાગરૂપે વૃક્ષારોપણની સાથે ઓર્ગેનિક ઉત્પાદનો જેવા કે મસાલા, બાજરી અને શાકભાજીનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
"સ્વચ્છ હાલાર" કાર્યક્રમ અંતર્ગત જામનગરના સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે તેમજ ખંભાળિયાના વોર્ડ નંબર 7માં પ્લાસ્ટિકની ખરાબ અસરો, પ્લાસ્ટિક રિ-સાયકલિંગ, તેમની શેલ્ફ લાઇફ અને પ્લાસ્ટિકને બદલવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા વિકલ્પોને લગતા મુદ્દાઓ પર સમજ અપાઈ હતી જેમાં 300થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ખંભાળિયાના ઇન્ક્યુબેશન સેન્ટરમાં કાપડના કચરામાંથી બનાવેલ વિવિધ અપસાયકલ ઉત્પાદનો દર્શાવતું કાઉન્ટર પણ હતું.
નયારા એનર્જીના પ્રોજેક્ટ તુષ્ટિ હેઠળ જામનગર, દેવભૂમિ દ્વારકા અને નર્મદા જિલ્લાની  20 આંગણવાડીઓમાં ચીકુ, લીમડા જેવા વૃક્ષોનું રોપણ, આંગણવાડીની આસપાસ સફાઈ, આંતરિક તળાવ બનાવવા, ફળિયામાં પર્યાવરણ સાકાર કરવું, પક્ષીઓ માટે બર્ડ ફીડર બનાવવું વગેરે જેવા કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં બાળકોની સાથે આંગણવાડીની બહેનોએ પણ ઉત્સાહસભર ભાગ લીધો હતો.
નયારા એનર્જીના રિફાઇનરી વિસ્તારમાં પર્યાવરણ વિભાગ દ્વારા કર્મચારીઓના સહયોગથી વૃક્ષારોપણ ઝુંબેશ કરાઈ હતી. મરીન ટર્મિનલ દ્વારા સરકારી વિભાગો માટે તાલીમ અને જાગૃતિ સત્રનું વાડીનારના દીનદયાલ પોર્ટ ઓથોરિટી ટ્રેનિંગ હોલમાં  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં "દરિયાઇ અને દરિયાઇ પર્યાવરણ" પર તાલીમ આપવામાં આવી  હતી. આ કાર્યક્રમમાં પોર્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડના 26 જવાનોએ ભાગ લીધો હતો.
આ ઉપરાંત વાડીનાર બંદર વિસ્તારમાં અને તેની આસપાસ કિનારાની સફાઈની કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 30 કર્મચારીઓએ કિનારાની સફાઈ પ્રવૃત્તિઓમાં સ્વૈચ્છિક સેવા આપી હતી. ટર્મિનલની નવી નાખેલી વાડ વિસ્તારમાં વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application