જિલ્લાના વાહન માલિકો ટુ- વ્હીલર અને ફોર- વ્હીલર વાહનો માટેની સીરીઝના ઈ- ઓકસનમાં ભાગ લઈ શકશે

  • March 06, 2023 11:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો માટે ટુ- વ્હીલર અને ફોર- વ્હીલર આમ બંને પ્રકારના વાહનો માટેની નવી સીરીઝ જીજે- 10 - ડીપી (2W) અને જીજે- 10- ડીએન (LMV) ના ગોલ્ડન, સિલ્વર નંબર- આમ બંને પ્રકાર વાહનોના ઈ- ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો આગામી તા. 16/03/2023 થી 29/03/2023 તથા ઈ- ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા. 29/03/2023 થી 31/03/2023 રહેશે. આ ઈ- ઓકશનનું પરિણામ આગામી તા. 31/03/2023 ના બપોરે 04: 00 કલાકે જાહેર કરવામાં આવશે. 


આ પ્રકિયામાં ભાગ લેવા વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇ- ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇ- ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇટ પર લોગ- ઈન કરીને વાહન ખરીદીના દિવસ- 07 ની અંદર ઓનલાઇન સી. એન. એ. ફોર્મ ભરવાનું રહેશે. 


વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન 1000 ના ગુણાંકમાં વધારી શકશે. ઈ- ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. 


પસંદગીના નંબર મળેલ અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ- 05 માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી શ્રી જે. જે. ચુડાસમા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application