શ્રમિક યુવાનની માથું, મોઢું છુંદીને યેલી હત્યામાં આરોપી હાવેતમાં

  • July 01, 2024 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના રૈયા વિસ્તારમાં ડ્રીમ સીટી નજીક ખુલ્લ થી જગ્યામાંથી માથુ-મોઢું છુંદી નાખી શ્રમીક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મળેલી લાશમાં પોલીસ દ્વારા હત્યારો કોણ તે વિશે સીસીટીવી ફુટેજ તેમજ રેકડી આધારે હત્યાના આરોપી સુધી પહોંચવાની કડી શોધવા મથામણ આરંભી છે. આરોપી હાવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

રૈયાધાર મચ્છુનગર ટાઉનશીપ પાસે મફતીયાપરા વિસ્તારમાં રહેતો અને રેકડીમાં ભંગારની ફેરી કરતો વિનોદ દિનેશભાઈ વઢીયારા ઉ.વ.૨૨ ગત શનિવારે સવારે ઘરેથી નીકળ્યા બાદ લાપત્તા બન્યો હતો. મોડીરાત સુધી ઘરે આવ્યો ન હતો. ફોન પણ બંધ થઈ ગયો હતો. જેથી ગઈકાલે સવારે વિનોદના પરિવારે યુનિવર્સિટી પોલીસ મથકે ગુમની નોંધ કરાવી હતી. 

દરમિયાનમાં ગઈકાલે બપોરે યુવાનની ડ્રીમ સીટી નજીક ખુલ્લ ા પ્લોટમાં અવાવ‚ જગ્યામાંથી વિનોદની પથ્થરથી માથુ, મોઢું છુંદી નાખેલી હાલતમાં પોલીસને લાશ મળી આવી હતી. વિનોદના પરિવારજનો પણ દોડી ગયા હતા. લાશ ઓળખી બતાવી હતી. ક્રાઈમ બ્રાંચ, એલસીબીની ટીમ સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. લાશ નજીકથી એક રેકડી મળી આવી હતી. પોલીસે યુવક ઘરેથી નીકળે છે ત્યાંથી બહારના સીસીટીવી કેમેરા ચેક કરતા તેની સાથે એક ઈસમ પણ દેખાતો હોય છે. 
તપાસ દરમિયાન વિનોદ શનિવારે નીકળ્યો ત્યારે પોતાની રેકડી ઘરે રાખીને ગયો હતો જે રેકડી મળી તે અન્યની છે. એ વિસ્તારમાં રેકડી લઈને ફેરી કરવાવાળા કે શાકભાજી વેચનાર વધુ રહેતા હોય પોલીસે જે રેકડી મળી એ કોની ?  તે બાબતે કેટલાક ઈસમોને રેકડી બતાવી રેકડી ધારકની શોધ સાથે કેમેરામાં રહેલા ઈસમને પણ પુછતાછ માટે કવાયત કરી છે. 

જે રીતે હત્યા કરાઈ તેમાં યુવકના ચહેરો, માથુ, છુંદી નખાયેલા હોવાથી પોલીસને એવી આશંકા છે કે, યુવકને અગાઉ કોઈ બાબતે માથાકુટ ચાલતી હોય જે રીતે હત્યા કરાઈ તેમાં કોઈ અન્ય બાબત પણ કારણભૂત હોઈ શકે. કેટલાક ઈસમને સકંજામાં લઈ પુછતાછ ચાલી રહી છે. મૃતક બે ભાઈ એક બેનમાં મોટો હતો. સંતાનમાં એક પુત્રી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application