ઈટસ અમેઝિંગ! ઓરિસ્સામાં ખુલ્યું હાથી માટેનું રેસ્ટોરન્ટ

  • July 03, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઓરીસ્સાના ચાંદકા વન્યજીવ અભયારણ્યમાં એક અનોખી રેસ્ટોરન્ટ ખોલવામાં આવી છે. આ રેસ્ટોરન્ટમાં હાીઓને માટે ખાસ મેનુ બનાવવામાં આવે છે. આ રેસ્ટોરન્ટ ફક્ત તે હાીઓ માટે છે જેમને વન અધિકારીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે અને તેમને કુમકી હાી બનવાની તાલીમ આપવામાં આવી રહી છે. ચંદાકા વન્યજીવ અભયારણ્ય ઓડિશાની રાજધાની ભુવનેશ્વર નજીક આવેલું છે. આ રેસ્ટોરન્ટમાં હાીઓ માટે ખાવાનો સમય નક્કી કરવામાં આવે છે અને તેમને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે.રેસ્ટોરન્ટનું મેનુ સંપૂર્ણપણે શાકાહારી છે અને તેમાં નાસ્તો અને લંચનો સમાવેશ ાય છે.આ અનોખી રેસ્ટોરન્ટ પાછળનો વિચાર હાીઓને નિયમિત અને પૌષ્ટિક ખોરાક આપવાનો છે, જે તેમની તાલીમ માટે જરૂરી છે. મુખ્ય માર્ગદર્શક સુશાંત નંદાએ જણાવ્યું કે તાલીમ માટે નિયમિત રૂટિન અને પૌષ્ટિક ખોરાક જરૂરી છે. હાલમાં આ રેસ્ટોરન્ટમાં છ હાી આવે છે. આ હાીઓના નામ જગ્ગા, મામા, ઉમા, કાર્તિક, ચંદુ અને શંકર છે. દરેક હાી માટે અલગ બૂ બનાવવામાં આવ્યું છે જેનું નામ તેના નામ પરી રાખવામાં આવ્યું છે. હાીઓને પોતપોતાના બૂની ઓળખ કરવાનું શીખવવામાં આવ્યું છે.


ભોજન માટેનો સમય પણ મુકરર

હાીઓને સવારે ૮:૩૦ વાગ્યે નાસ્તો આપવામાં આવે છે જેમાં કેળા, નારિયેળ, ગાજર, શેરડી અને તરબૂચ જેવા ફળોનો સમાવેશ ાય છે. આ પહેલા હાીઓને મોર્નિંગ વોક અને હળવી કસરત કરાવવામાં આવે છે. બપોરે ૧:૩૦ ી ૨:૩૦ વાગ્યાની વચ્ચે લંચ પીરસવામાં આવે છે. બપોરના ભોજનમાં ઘઉં, બાજરી, મકાઈનો લોટ, ચણા, ગોળ, હળદર, એરંડાનું તેલ અને મીઠું ભેળવીને બનાવવામાં આવે છે. આ પહેલા હાીઓને એક કલાક સુધી સ્નાન કરાવવામાં આવે છેખોરાક ગ્રેનાઈટ પ્લેટોમાં પીરસવામાં આવે છે જો કે, હાીઓ તેમના ઘરે એટલે કે તેમના આરામ સન પર રાત્રિભોજન કરે છે. ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર સરત બહેરાએ જણાવ્યું હતું કે હાીઓ માટે રેસ્ટોરન્ટી અલગ આરામ સ્ળ છે, જ્યાં તેમને આખી રાત ખાવા માટે ઘાસ, ઝાડની ડાળીઓ, કેળાની ડાળીઓ, સ્ટ્રો વગેરે આપવામાં આવે છે. હાીઓને ખવડાવવા માટે ગ્રેનાઈટ પ્લેટનો ઉપયોગ ાય છે. નંદા અનુસાર, ગ્રેનાઈટ પ્લેટ્સ ટકાઉ હોય છે અને તેને સરળતાી ધોઈ અને સાફ કરી શકાય છે.


એક હાથી  માટે રોજના ૧૫૦૦ રૂપિયા ખર્ચાય

​​​​​​​હાીને પ્રશિક્ષણ અને ખવડાવવાનો ખર્ચ દરરોજ લગભગ ૧,૫૦૦ રૂપિયા ાય છે, જેમાં માહુતોના પગારનો પણ સમાવેશ ાય છે. મોટા શહેરની મોંઘી રેસ્ટોરન્ટમાં સારા ભોજન માટે પણ આ રકમ પૂરતી નહીં હોય. આ હાીઓને કુમકી હાી બનવાની તાલીમ આપવામાં આવી રહી છે. કુમકી હાીઓનો ઉપયોગ જંગલી હાીઓને નિયંત્રિત કરવા અને જંગલોમાં વાઘ પર નજર રાખવા માટે ાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જેમ જેમ પડોશી જંગલોમાં વાઘની વસ્તી વધી રહી છે, તેમ કુમકી હાીઓની જરૂરિયાત પણ વધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News