જ્યુબિલી, જંકશન, મવડી, સાધુ વાસવાણી માર્ગથી ૧૭૩ કિલો શાકભાજી, ૯૮ સાઇન બોર્ડ-બેનર જપ્ત

  • January 17, 2023 11:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂ.૮૨૫૧૯નો દંડ વસુલતી દબાણ હટાવ ટીમ




રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા વિવિધ શાક માર્કેટ તેમજ મુખ્ય માર્ગો ઉપરથી દબાણરૂપ રીતે બેઠેલા ધંધાર્થીઓ પાસેથી ૧૭૩ કિલો શાકભાજી અને ૯૮ જેટલા સાઇન બોર્ડ-બેનર જપ્ત કરી રૂ.૮૨૫૧૯ના દંડની વસુલાત કરવામાં આવી હતી.



વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે દ્વારા જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી અંતર્ગત તાજેતરમાં રસ્તા ઉપર નડતર રૂપ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી તિરૂપતી સોસાયટી (ગ્રિનલેન્ડ) પરથી જપ્ત કરવામાં આવી હતી, તેમજ ૧૭૩ કીલો શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જંકશન રોડ, જ્યુબેલી પરાબજાર, ઢેબર રોડ વન-વે પેલેસ રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ રૂ.૪૭,૦૦૦નો વહીવટી ચાર્જ પુષ્કર ધામ અને દસ્તુરમાર્ગ ઉપરથી વસુલવામાં આવ્યો હતો.



તદઉપરાંત રૂ.૩૫,૫૧૯ મંડપ ચાર્જ મવડી મેઈન રોડ, નાનામવા રોડ, પંચાયત ચોક, સાધુવાસવાણી રોડ, હેમુ ગઢવી રોડ, સ્પિડવેલ પાર્ટી પ્લોટ, , સંતકબીર રોડ, યાજ્ઞિક રોડ, હેમુદસ્તુર માર્ગ, પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને ૯૮ બોર્ડ-બેનર રેસકોર્ષ, યાજ્ઞિક રોડ, અને ટાગોર રોડ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application