જામનગરમાં સરકારી પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું

  • June 13, 2023 12:42 PM 

જામનગર બ્લોક રિસર્ચ ભવન હેઠળ આવતી તમામ સરકારી શાળાઓમાં આગામી G20 સમિટને ધ્યાને રાખીને વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. તેમજ બી. આર. સી. જામનગર હેઠળ કાર્યરત ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આવતી તમામ સરકારી પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં G20 સમિટ અંતર્ગત 'પાયાની સાક્ષરતા' - આ થીમ આધારિત પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 


ગત તા. 05 જૂનથી 07 જૂન દરમિયાન બાળકોને G20 વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ બાળકોને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પ્રોત્સાહન પૂરું પાડવા માટે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, સાયકલિંગ રેસ, નિબંધ સ્પર્ધા, સુવાચન અને સુલેખન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. બી. આર. સી. કોર્ડીનેટર પ્રજ્ઞા લિંબડે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓને બિરદાવીને તેમને શુભકામનાઓ પાઠવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application