વંદે ભારત ટ્રેનનો ફરી ગાય સાથે અકસ્માત, ભોપાલ પરત ફરતી ટ્રેનનો આગળનો ભાગ તૂટી પડ્યો

  • April 28, 2023 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હજુ 1 એપ્રિલે વડાપ્રધાને ટ્રેનને આપી હતી લીલી ઝંડી, અકસ્માતો રોકવા રેલવે પ્રશાસનના પ્રયત્નો નિષ્ફળ 


ભોપાલ :

મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્ટેશન પાસે ગત રોજ સાંજે હઝરત નિઝામુદ્દીન-રાની કમલાપતિ વંદે ભારત એક્સપ્રેસ એક ગાય સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

રેલવે અધિકારીએ જણાવ્યું કે રાણી કમલાપતિ જતી ટ્રેન નંબર 20172 સાંજે 6.15 વાગ્યે ગાય સાથે અથડાઈ અને લગભગ 15 મિનિટ સુધી ઘટનાસ્થળે રોકાઈ રહી હતી. તેમણે જણાવ્યું કે ગ્વાલિયર જિલ્લાના ડબરા તરફ જતી રેલ્વે ટ્રેક પર એક ગાય અચાનક આવી જતાં આ દુર્ઘટના બની હતી. અધિકારીએ જણાવ્યું કે ક્ષતિગ્રસ્ત ભાગનું જરૂરી સમારકામ કર્યા પછી, ટ્રેને તેની આગળની મુસાફરી શરૂ થઇ હતી. 


આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત ટ્રેન અકસ્માતનો ભોગ બન્યો હોય. વંદે ભારત એક્સપ્રેસ પહેલા પણ અનેક અકસ્માતો થયા છે. ટ્રેનમાં જાનવરો અને ઢોરની અથડામણની ઘટનાઓથી રેલવે પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. તેમને રોકવા માટે રેલવે દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે 1 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાની કમલાપતિર (ભોપાલ) અને હઝરત નિઝામુદ્દીન (દિલ્હી) વચ્ચે આ સેમી-હાઈ સ્પીડ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેને એક મહિનો પણ નથી થયો અને તેની સાથે અકસ્માત થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application