રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ખાલી પડેલી તમામ 55 જગ્યા આઉટસોર્સિંગથી ભરાઈ

  • January 25, 2023 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વોક ઈન ઇન્ટરવ્યૂમાં 600 થી વધુ ઉમેદવારો ઉમટી પડ્યા: ડીડીઓ સહિતના અધિકારીઓએ ઇન્ટરવ્યૂ લઈ ફટાફટ ઓર્ડર આપી દીધા




રાજ્ય સરકારની ગ્રામ વિકાસ યોજના હેઠળની વિવિધ યોજનાઓ માટે જિલ્લા તથા તાલુકા કક્ષાની જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવા માટેના વોક ઈન ઇન્ટરવ્યૂ હાલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યા હતા. જેમાં ૬૦૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી તાલુકા અને જિલ્લા કક્ષાની તમામ ખાલી પંચાવન જેવી જગ્યાઓ આઉટસોર્સથી ભરવામાં આવી હતી.


આ ભરતી દરમિયાન ઈન્ટરવ્યૂ લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ. ઠુંમર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરિયાના અધ્યક્ષ સ્થાને જુદી-જુદી ત્રણ કમિટી રચના કરવામાં આવી હતી. આ કમિટીઓ દ્વારા તમામ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. બહારથી આવનારા અને કોઈ કારણવશ મોડા પડેલા ઉમેદવારોને પણ ઇન્ટરવ્યૂની તક આપવામાં આવી હતી, તેમ ઈન્ચાર્જ મદદનીશ પ્રયોજન અધિકારી વી.બી બસીયાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application