ઉપલેટા ન.પ્રા. શિક્ષણ સમિતિનો ૮મો વાર્ષિક ઉત્સવ ઉજવાશે

  • March 29, 2023 06:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શિક્ષણ સમિતિનાં સભ્યો આજકાલની શુભેચ્છા મુલાકાતે: ૨જી એપ્રિલે આંતરશાળા સ્પર્ધાના વિજેતાઓને બિરદાવશે: સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય ડો.પાડલિયા, ડો.પ્રશાંત કોરાટ સહિત મહાનુભાવો હાજરી આપશે



ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્રારા તા.૨–૪ના ૮મો વાર્ષિક ઉત્સવ ઉજવાશે. બાળકોમાં રહેલી શકિતઓને ઉજાગર કરવા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્રારા આંતર શાળા ટેલેન્ટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં વિજેતા બાળકોને બિરદાવવા આઠમો વાર્ષિક ઉત્સવ ઉજવાશે તેમ આજકાલની શુભેચ્છા મુલાકાતે આવેલા છે.





ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, આજકાલનાં પ્રતિનિધિ અને સભ્ય ભરતભાઇ રાણપરીયા સહીત સભ્યોએ એમ.ડી. ચંદ્રેશ જેઠાણીને વિગતવાર માહિતી વર્ણવી હતી.





ઉપલેટાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાં રહેલ તમામ પ્રકારની સુષુ શકિતઓ બહાર લાવવા છેલ્લા આઠ વર્ષથી વિવિધ આંતરશાળા સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેમાં રમત–ગમત પ્રવૃત્તિઓ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિજેતા થનાર બાળકોને વાર્ષિક ઉત્સવમાં પ્રોત્સાહનરૂપે શિલ્ડ, પ્રમાણપત્ર અને ઇનામો આપવામાં આવે છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ–ઉપલેટા દ્રારા આજ દિન સુધીમાં આશરે ૩૦ લાખ જેટલી રકમના ઇનમો બાળકોને આપવામાં આવેલ છે. બાળકોને જરૂરી ફલસ્કેપ નોટબુકનું વિનામૂલ્યે વિતરણ અને સ્કૂલબેગ દર વર્ષે અત્રેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્રારા આપવામાં આવે છે.





નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ–ઉપલેટા હસ્તકની શાળાઓના બાળકોની વિશિષ્ટ્ર પ્રતિભા બહાર લાવવા સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે, એનએમએમએસ, પીએસઇ, જવાહર નવોદયની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા દર વર્ષે લેવાતી ડીએલએસએસ બેટરી ટેસ્ટ માટે તૈયારી કરાવવામાં આવે છે. જેમાંથી ૧૫ જેટલા બાળકો હાલ સ્પોર્ટસ સ્કુલમાં અભ્યાસ કરે છે અને દર વર્ષે એનએમએમએસ મેરીટમાં ૮ જેટલા બાળકો મેરીટમાં આવે છે, જેને ઉચ્ચ અભ્યાસ માટે વાર્ષિક ૧૨,૦૦૦ જેટલી શિષ્યવૃત્તિ મેળવે છે.





અત્રેની સમિતિની શાળાઓમાં ગણિત–વિજ્ઞાન પ્રદર્શન, ખેલમહાકુંભ, કલામહાકુંભ, શૈક્ષણિક પ્રવાસ પર્યટન, ડીજીટલ સ્માર્ટ કલાસ, કવીઝ સ્પર્ધા, ક્રિકેટ ટુર્નામેન્ટ, અધ્યતન કોમ્પ્યુટર લેબ જેવી તમામ સુવિધાઓ શાળાઓમાં ઉપલબ્ધ છે.





છેલ્લા આઠ વર્ષમાં આ કાર્યક્રમ માટે આર્થિક સહયોગ સમાજના વિવિધ અગ્રણીઓ તેમજ નિવૃત શિક્ષકો અને સામાજિક સંસ્થાઓ મારફતે દર વર્ષે અંદાજીત સાત લાખ રૂપિયા સુધીનો સહયોગ મેળવેલ છે. કાર્યક્રમોને સફળ બનાવવા અત્રેની સમિતિના ચેરમેન નીકુલભાઇ ચંદ્રવાડીયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, શાસનાધિકારી તુષારભાઇ પટેલ તેમજ તમામ શિક્ષકો જહેમત ઉઠાવે છે. અષ્ટ્રમ વાર્ષિક ઉત્સવ તા.૨–૪ને રવિવારે રાત્રે ૮–૦૦ કલાકે સરદાર પટેલ ટાઉન હોલ, ઉપલેટા ખાતે રાખવામાં આવેલ છે.





અત્રેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા દ્રારા તા.૨ના રોજ આઠમો વાર્ષિક ઉત્સવ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ વાર્ષિક ઉત્સવમાં રમેશભાઇ ધડુક, સાંસદ પોરબંદર, ડો.મહેન્દ્રભાઇ પાડલિયા ધારાસભ્ય, ઉપલેટા–ધોરાજી, ડો.પ્રશાંતભાઇ કોરાટ, પ્રમુખ પ્રદેશ યુવા ભાજપ, ગુજરાત, મનસુખભાઇ ખાચરિયા, પ્રમુખ જિલ્લા ભાજપ, રાજકોટ, દિનેશભાઇ અમૃતિયા, કારોબારી સદસ્ય, પ્રદેશ ભાજપ, વી.ડી.પટેલ કારોબારી સદસ્ય, પ્રદેશ ભાજપ, હરીભાઇ પટેલ, પૂર્વ સાંસદ, પોરબંદર, પ્રવીણભાઇ માકડિયા, પૂર્વ ધારાસભ્ય, ઉપલેટા–ધોરાજી ઉપસ્થિત રહેશે.





અત્રેની ન.પ્રા.શિ.સ.–ઉપલેટા દ્રારા યોજાયેલ વીરાંગના રાણી લમીબાઇ તેમજ નેતાજી સુભાષચદ્રં બોઝ ખેલકૂદ મહોત્સવ અન્વયે નંબર મેળવેલ કુલ ૧૪૭ બાળકોને સાયકલ, લંચબોક્ષ, કુકર, વોટર બોટલ, સ્પોર્ટસ કીટ, ક્રિકેટ કિટ તેમજ બેડમિન્ટન કિટનું મહાનુભાવો દ્રારા વિતરણ કરવામાં આવશે. બાળકોને પ્રમાણપત્ર તેમજ મેડલ પણ આપવામાં આવશે. વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં દરેક શાળામાંથી કૃતિઓ રજુ કરવામાં આવશે અને આ સંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને સ્કુલ બેગ ઇનામ તરીકે આપવામાં આવશે. આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહાલ ખાતે ઉજવાશે.




નીકુલભાઇ ચંદ્રવાડીયા, ચેરમેન તેમજ ચંદ્રપાલસિંહ જાડેજા, વાઇસ ચેરમેન ન.પ્રા.શિ.સ.–ઉપલેટા દ્રારા દાન આપીને અત્રેની ન.પ્રા.શિ.સ.–ઉપલેટા હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૧૭૬૦ બાળકોને વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં રમેશભાઇ ધડુક, સાંસદ ડો.મહેન્દ્રભાઇ પાડલિયા ધારાસભ્ય, ઉપલેટા–ધોરાજીની પુસ્તકતુલા કરી દરેક બાળકોને ૭ નગં ફલસ્કેપ નોટબુકનું પણ વિતરણ કરવામાં આવશે.આજકાલની મુલાકાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ–ઉપલેટાના ચેરમેન નીકુલભાઇ ચંદ્રવાડીયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, તેમજ સભ્ય ભરતભાઇ રાણપરીયા, નીલભાઇ માકડીયા, ગોવિંદભાઇ ચંદ્રવાડિયા, ધર્મેશભાઇ સોજીત્રા, તેમજ નીશીતભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application