ઉપલેટા પોલીસે યોગીબાપુને ૧૨૦ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો

  • July 07, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાના કોલકી રોડ પાસે ભગવતી પેલેસ પાસે દરબાર શખસ ઈગ્લીશ દારૂનું વેચાર કરે છે તેવી બાતમી આધારે રેડ કરતા ૧૨૦ બોટલ સાથે યોગીબાપુને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.મળતી વિગતો મુજબ કોલકી રોડ ઉપર ભગવતી પેલેસ પાસે રહેતો દરબાર શખસ યોગીરાજસિંહ ઉર્ફે યોગીબાપુ બળવંતસિંહ વાઢેર ઉ.વ.૩૩ ધંધો ડ્રાઈવીંગવાળો પોતાની ઘરેથી ઈગ્લીશ દારૂનું વેચાણ કરે છે તેવી બાતમી પીઆઈ કે.કે.જાડેજાને મળતા તેમના ઘરે સ્યાફ સાથે રોડ કરતા તેના ભોગવટા રહેણાંક મકાનમાંથી ભારતીય બનવાટની મેકડોનાલ્ડ નંબર ૧ સહિત ૧૨૦ બોટલ ઈગ્લીશ દારૂની બોટલ કિં.રૂ.૪૫.૫૦ સાથે ઝડપી લઈ પોલીસે આગવી સરસભરા કરતાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતો વિજય ઉર્ફે ડોન ગોપાલભાઈ બારૈયાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરેલા છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ ગચર ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application