સંદેશખાલીમાં હંગામો યથાવત, અશાંતિના પગલે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત

  • February 22, 2024 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસટી કમિશનની ટીમ આજે સંદેશખાલીની મુલાકાતે 

ત્રણ દિવસમાં કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો આદેશ 
ભાજપ સંદેશખાલી પર રિલીઝ કરશે ડોક્યુમેન્ટ્રી 



પશ્ચિમ બંગાળનું સંદેશખાલી આ દિવસોમાં રાજકીય અખાડો બની ગયું છે. ભાજપના નેતાઓ સતત સંદેશખાલીની મુલાકાત લઈ મમતા સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ આજે સંદેશખાલી પર એક ડોક્યુમેન્ટ્રી પણ રિલીઝ કરશે. બંગાળ પોલીસે ભાજપના એક વરિષ્ઠ નેતા પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે અને કાર્યવાહીની વાત કરી છે. આ દરમિયાન રાષ્ટ્રીય માનવાધિકારે સંદેશખાલી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ મોકલીને ૪ અઠવાડિયામાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ઉપરાંત રાષ્ટ્રીય એસટી કમિશન આજે એટલે સંદેશખાલીની મુલાકાત લેશે.


રાષ્ટ્રીય મહિલા આયોગ અને માનવાધિકાર આયોગ બાદ હવે રાષ્ટ્રીય એસટી કમિશનની ટીમ પણ સંદેશખાલી કેસની તપાસ કરવા જઈ રહી છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના સંદેશખાલીમાં આદિવાસી મહિલાઓની જાતીય સતામણીની ફરિયાદોની તપાસ કરવા રાષ્ટ્રીય એસટી કમિશનની ત્રણ સભ્યોની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી હતી. આ સંદર્ભમાં એક સૂત્રએ જણાવ્યું કે ઉપપ્રમુખ અનંત નાયકની આગેવાની હેઠળની ટીમ આદિવાસીઓની જમીન હડપ કરવા અંગે ટીએમસી સાથે સંકળાયેલા લોકોની ફરિયાદોની પણ તપાસ કરશે.


કમિશને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડાને પણ નોટિસ પાઠવીને ત્રણ દિવસમાં કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. અગાઉ બંગાળ પોલીસે સંદેશખાલીના વિરોધ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા સુભેન્દુ અધિકારી પર એક શીખ આઈપીએસ અધિકારીને 'ખાલિસ્તાની' કહેવાનો આરોપ લગાવ્યો હતો જેનો એક વિડીયો પણ હાલ વાઈરલ થઇ રહ્યો છે.



ભાજપના નેતાઓ અને મહિલાઓ ટીએમસી નેતા શાહજહાં સહિત ઘણા આરોપીઓની ધરપકડની માંગ કરી રહી છે. ટીએમસીના નેતાઓ પર આરોપ છે કે તેઓએ ખેડૂતો અને ગરીબોની જમીનો કબજે કરી છે અને ત્યાં ઘણી મહિલાઓનું જાતીય સતામણી પણ કરી છે. ગતરાત્રે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે ઈડીની ટીમ શાહજહાં શેખની ધરપકડ કરવા આવી હતી ત્યારે ઈડીની ટીમ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી આ પ્રકારની કોઈ હિંસા ન થાય તે માટે પહેલા જ સાવચેતી રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application