અમરેલી શહેર-જિલ્લામાં ખાનગી દવાખાનાઓમાં લાયકાત વગરના ડોકટરો-સ્ટાફ: જનઆરોગ્ય ઉપર જોખમ

  • July 20, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી શહેર સહીત જિલ્લાભરમાં આવેલા ખાનગી દવાખાનાઓમાં જવાબદાર ડોક્ટર દ્વારા લાયકાત વગરના વોર્ડ બોય ,કમ્પાઉન્ડર તેમજ અન્ય કર્મચારીઓ પાસે દર્દીની બાટલા ચડાવવા , ઇન્જેક્શન તેમજ સિરીંજ લગાડવા સહિતની કામગીરી કરાવી દર્દીની જિંદગી સાથે ખુલ્લે આમ ચેડાં થતા હોવાની વિગતો સામે આવી રહેલ છે.આવી અતિ ગંભીર બેદરકારી સામે સરકારના જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવતા આખ મીચામણા સામે પ્રબુદ્ધ નાગરિકોમાં ભારે રોશની લાગણી છવાયેલ હતી.સાથોસાથ મેડિકલ સ્ટોરમાં પણ લાયકાત વગરના શખ્શો દ્વારા દવા આપવામાં આવી રહેલ છે.
​​​​​​​
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરના માણેકપરા સહિતના વિસ્તારમાં ખાનગી હોસ્પિટલો બિલાડીના ટોપની જેમ ઉગી નીકળેલ છે.માનવ જિંદગી ની સુખાકારી અર્થે સરકારની મેડીકલી ગાઈડ લાઈન મુજબ હોસ્પિટલો કાર્યરત કરવાની હોય છે.ત્યારે ખાનગી હોસ્પિટલોમાં સરકારી નિયમોનો ખુલ્લેઆમ ઉલાળિયો થઇ રહેલ છે.જેના કારણે દર્દીઓ ની જિંદગી ઉપર જોખમ મંડરાઈ રહેલ છે.અમરેલી શહેર તેમજ જિલ્લા ભરમાં પણ અનેક ખાનગી હોસ્પિટલો નિર્માણ પામેલ છે.આવી ખાનગી હોસ્પિટલોમાં ફરજ બજાવતા કર્મચારીઓની લાયકાત અંગે સરકારી તંત્ર દ્વારા  ખરાઈ કરવી આવશ્યક બનેલ છે. જેમાં દર્દીઓને બાટલા ચડાવવા , ઇન્જેક્શનો આપવા , હાથમાં સિરીંજ ભરાવવી સહિતની કામગીરીમાં ખાનગી દવાખાનાના જવાબદાર ડોક્ટરો દ્વારાજ ઘોર બેદરકારી દાખવી લાયકાત વગરના સખ્શો પાસેથી કામગીરી લેતા હોવાનું બહાર આવેલ હતું દર્દીઓની જિંદગી સાથે જવાબદાર ડોક્ટરની પરવાનગીથી ખુલ્લે આમ ચેડાં કરનારા આવા ફરજ પરના કર્મચારી ઓ ફક્ત ધોરણ નવ થી બાર સુધીનોજ અભ્યાસ કરેલ હોવાનું પણ જાણવા મળેલ હતું ચોંકાવનારી ઘટનામાં ફક્ત ધોરણ નવ પાસ વ્યકતિ ઇન્ડોર દર્દીની બાટલા ચડાવવા તેમજ દવા આપવા સહિતની સારવાર કરતા હોય છે.આટલેથી નહિ અટકતા મહામૂલી માનવ જિંદગી ની દરકાર કર્યા વગર ધોરણ દસ સુધીનો અભ્યાસ કરેલ શખ્શ મેડિકલ માંથી દર્દીઓને દવા આપવા સહિતની ગંભીર બેદરકારી ખુલ્લે આમ થઇ રહેલ છે.ર્કાડિયોગ્રામ જેવી અતિ ગંભીર પ્રકારની કામગીરી પણ પ્રાથમિક કે માધ્યમિક અભ્યાસ કરેલા લાયકાત વગરના શખ્શો પાસે કરાવવામાં આવી રહેલ છે.આટલી હદે આચરવામાં આવતી ઘોર બેદરકારી અંગે જવાબદાર સરકારી તંત્ર દ્વારા પણ કોઈ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના કારણે ખાનગી દવાખાનાના ડોક્ટરો - સંચાલકો એ દર્દીઓની જિંદગી સાથે પૈસા કમાવવાની લ્હાયમાં લાયકાત વગરના લોકોને  ખુલ્લેઆમ માનવ જિંદગી સાથે ચેડાં કરવાનો પીળો પરવાનો આપી દીધેલ હોય તેવો ઘાટ ઘડાયેલ છે.ડોક્ટર ઘરે આરામ ફરમાવતા હોય અને પોતાના લાયકાત વગરના ઉઘાડપગાં કર્મચારીઓ દર્દીની સારવાર કરતા હોય છે.આટલેથી નહિ અટકતા માત્ર ને માત્ર દર્દીની જિંદગી જોખમમાં મુકવાની હોડ લાગી હોય તેમ દવાખાનામાં તેમજ દવાખાનાની આજુબાજુમાં ધમધમી રહેલ મેડિકલ સ્ટોર માં પણ દર્દીઓને બેફામ લૂંટ આચરાતી હોવાની ઘટનામાં જે ફાર્માસીસ્ટ ના નામે મેડિકલ સ્ટોર ચાલતા હોય છે.તે વ્યકતિ હાજર જ હોતી નથી તેમના નામનું ફક્ત લાઇસન્સ લટકતું હોય છે.અને આવા મેડિકલ સ્ટોરમાં નવ કે દસ ધોરણ પાસ વ્યક્તિ દર્દીઓને ડોક્ટરે લખી આપેલ દવા આપતા હોય છે.સરકારી તંત્ર જાણી બુઝીને દર્દીની જિંદગી જોખમાય તે દિશામાં આખ મીચામણા કરવાની હિન  પ્રવુતિ થી ખાનગી દવાખાનાઓ ના ડોક્ટરોને ખુલ્લો દોર મળી ગયાનો ઘાટ ઘડાયેલ છે ખાનગી દવાખાનાના ડોક્ટર જે દવા દર્દીને લખી આપે તે દવા પોતાના દવાખાના કેમ્પસમાં આવેલ મેડિકલ સ્ટોરમાંજ મોઘાદાટ થી વેચાણ થતું હોય છે અને આવી દવાઓ બહારના મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ ન હોવાના કારણે ગરીબ દર્દીઓ આર્થિક રીતે લૂંટાઈ રહેલ છે.આવા ખાનગી દવાખાનાઓમાં લાયકાત ધરાવતા કર્મચારી દ્વારા દર્દીની સારવાર થાય તે દિશામાં જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવી જરૂરી બનેલ હોવાનું બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application