જામનગરના એક વેપારીની રૂપિયા 2000 ની ચલણી નોટને લઈને અનોખી પહેલ

  • May 25, 2023 10:34 AM 

ભારત સરકાર દ્વારા 2000 નોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા વેપારીઓ આનાકાની કરી રહ્યા છે. ત્યારે જામનગરના શિખંડના વેપારીએ આ આફતને અવસરમાં બદલી છે. અને જામનગરના વેપારીએ કરી અનોખી પહેલ સારું કરી છે. જેમાં 2000 ની નોટ લઈને સમાન લેવા આવતા ગ્રાહકને 2100 નો સમાન આપવાની સ્કીમ શરૂ કરી છે. જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલ શિખંડ સમ્રાટ દુકાનના વેપારીએ ₹2,000 ની ચલણી નોટ ની સામે ₹2100 નો સામાન આપી અને મોદી સરકારના નિર્ણયને વધાવવામાં આવી રહ્યો છે અને ચલણી નોટો અંગે સર્ક્યુલેશન બંધ થવા બાબતે લોકોમાં રહેલા ભયને દૂર કરવા પ્રયત્ન કર્યો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારાતાત્કાલિક અસરથી રૂ.2000ની ચલણી નોટ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત થતા જ 2016ની યાદ તાજી થઈ હતી. હાલમાં રૂ. 2000ની નોટ આગામી સપ્ટેમ્બર સુધી સપ્ટેમ્બર આવતા સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેવાની અને બેંકોમાંથી બદલી આપવાની કરાયેલી કરાયેલી જાહેરાત છતાં મોડી રાતથી જ પેટ્રોલ પંપો પર રૂ.2000ની નોટથી પેટ્રોલ, ડીઝલ, સીએનજી ગેસ પુરાવવા લોકોની દોડાદોડી શરૂ થઈ છે.
 

જ્યારે બીજી બાજુ કેટલાક વેપારીઓ લારી ગલ્લા પથારાવાળાઓએ રૂ.2000ની નોટ લેવાનું બંધ કરી દીધું છે પરિણામે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે તકરાર અને રકઝક શરૂ થઈ છે. રૂ. 2000ની અવેજીમાં લીધેલો માલ સામાન ગ્રાહકોને પરત આપવા વેપારીઓ ખુલ્લેઆમ જણાવે છે અને આવી નોટો લેવાનો સદંતર ઇન્કાર કરી દે છે. ત્યારે જામનગરના વેપારીએ અનોખી પહેલ કરી છે.
 

જામનગરના જાણીતા મીઠાઈના વેપારી શિખંડ સમ્રાટના વેપારી હિતેશભાઈ ચોંટાઈએ આ આફતને અવસરમાં બદલી છે. અને જામનગરના વેપારીએ કરી અનોખી પહેલ સારું કરી છે. જેમાં 2000 ની નોટ લઈને સમાન લેવા આવતા ગ્રાહકને 2100 નો સમાન આપવાની સ્કીમ શરૂ કરી છે. ત્યારે લોકો પણ આ સ્કીમમાં લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે જામનગર સહિત રાજ્યભરમાં વેપારીઓ રૂપિયા 2000ની નોટ સ્વીકારે તેવી માંગ કરી રહ્યા છે ....
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application