કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની નવી પહેલ, દેશમાં લોન્ચ થઇ શેરડીના રસમાંથી ચાલતી કાર

  • August 29, 2023 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈથેનોલ ઈંધણ પર ચાલનારી દેશની પ્રથમ કાર આજે લોન્ચ થઇ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક ડગલું આગળ વધીને ભારતમાં વિશ્વની પ્રથમ BS-VI (સ્ટેજ-II), ઇલેક્ટ્રિક ફ્લેક્સ-ફ્યુઅલ કાર લોન્ચ કરી. આ કાર ટોયોટા ઈનોવા છે, જે 100% ઈથેનોલ ઈંધણ પર ચાલશે. તેનાથી 40 ટકા વીજળી પણ સરળતાથી પેદા કરી શકાય છે. જેના કારણે ઇથેનોલની અસરકારક કિંમતમાં નોંધપાત્ર ઘટાડો પણ થશે.

ફ્લેક્સ ફ્યુઅલ વાહનોમાં ICE હોય છે. તે 83 % ગેસોલિન અથવા ઇથેનોલના મિશ્રણ પર સરળતાથી ચાલે છે. આ બળતણને E85 પણ કહેવામાં આવે છે. તેમાં 85% ઇથેનોલ ઇંધણ અને 15% ગેસોલિન અથવા અન્ય હાઇડ્રોકાર્બન હોય છે. બાયો-ઇથેનોલ પેટ્રોલની સરખામણીએ લીટર દીઠ ઓછી ઉર્જા ઉત્પન્ન કરે છે પરંતુ અદ્યતન ટેકનોલોજીની મદદથી બાયો-ઇથેનોલનું કેલરીફીક મૂલ્ય પેટ્રોલ જેટલું થાય છે. FFV પેટ્રોલ અથવા ઇથેનોલ પર ચાલવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે, જે તેને ભારતમાં લોન્ચ થનારી પ્રથમ 100 ટકા ડ્યુઅલ ફ્યુઅલ વાહન છે.


ઇથેનોલ એ શેરડીમાંથી ખાંડ બનાવવાની પ્રક્રિયાની આડપેદાશ છે. જે પેટ્રોલ અને ડીઝલ કરતાં ઘણું સસ્તું છે. આ મોંઘા ઇંધણનો સારો વિકલ્પ બની શકે છે. તેના આવવાથી ક્રૂડ ઓઈલ પર નિર્ભરતા નહીં રહે અને તે દેશમાં જ બનશે. ટોયોટા સિવાય દેશની બીજી ઘણી કાર કંપનીઓએ પણ ઈથેનોલ મિક્સ ઈંધણ પર ચાલતી કાર લાવવાની જાહેરાત કરી છે. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, ટોયોટા, હોન્ડા અને મહિન્દ્રા જેવી કંપનીઓ આમાં સામેલ છે.


ઇથેનોલ મિક્સ ઇંધણ ખૂબ સસ્તું છે. તે પેટ્રોલની સરખામણીમાં કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા નોંધપાત્ર રીતે ઓછા હાનિકારક પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે. ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનો પહેલેથી જ ચીન, યુએસ, બ્રાઝિલ અને યુરોપિયન યુનિયન જેવા ઘણા દેશોમાં ઉપયોગમાં છે. અમેરિકા, બ્રાઝિલ, યુરોપિયન યુનિયન અને ચીન પછી ભારતમાં ઇથેનોલનો સૌથી વધુ જથ્થો જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application