ખંઢેરીના વ્યક્તિની હત્યામાં વધુ બે શખ્સ સામેલ, પોલીસ તપાસમાં ખુલાસો

  • August 31, 2023 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત શનિવારે રાજકોટ જામનગર હાઇવે પર આવેલા ખંઢેરી નજીક જમાવડો હોટેલ પાસે પ્રકાશ સોનારા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી જેમાં ક્રાઈમ બ્રાન્ચ છે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.   


હત્યાના આ બનાવમાં ત્રણેય આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ઘટનામાં હજુ પણ બે લોકો જવાબદાર છે. મંદિરમાં પૂજા કરવા બાબતે ઝઘડો થયા બાદ સમાધાન માટે બોલાવી પ્રકાશ સોનાના નામના વ્યક્તિની માથામાં પાઇપના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં ધમો અને પવા નામના બે ઈસમોએ રાજકોટના જનકના કહેવાથી રેકી કરી હતી. પૂછપરછમાં આ બંને વ્યક્તિના નામ સામે આવતા પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ કરવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application