ઓડિશામાં સૈન્ય અધિકારી અને તેની મંગેતર સાથે પોલીસની ક્રુરતાનો એક કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ વર્ણવેલી અત્યાચારની ઘટના ચોંકાવનારી છે. સૈન્ય અધિકારીની મંગેતરે પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તેણે માત્ર તેના હાથ–પગ બાંધી દીધા એટલું જ નહિ પરંતુ મારપીટ પણ કરી છે. આ ઉપરાંત પેન્ટ ઉતારવા, પ્રાઈવેટ પાર્ટ બતાવવા અને બળાત્કારની ધમકી આપવા જેવા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે.
મામલો ઓડિશાની રાજધાની ભુવનેશ્વરનો છે. પોલીસની ક્રુરતાનો સામનો કરનાર સૈન્ય અધિકારી શીખ રેજિમેન્ટનો ભાગ છે. તેની મંગેતર ભુવનેશ્વરમાં પોતાની રેસ્ટોરન્ટ ચલાવે છે. મહિલાએ જણાવ્યું કે, હત્પં રાતે લગભગ ૧ વાગે રેસ્ટોરન્ટ બધં કરીને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે કેટલાક યુવાનોએ મારી સાથે દુષ્કર્મ કયુ હતું. અમે પોલીસની મદદ લેવાનું વિચાયુ અને સીધા ભરતપુર પોલીસ સ્ટેશન ગયા.
સૈન્ય અધિકારીની મંગેતરે વધુમાં કહ્યું, યારે અમે ભરતપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ત્યાં સિવિલ ડ્રેસમાં એક લેડી કોન્સ્ટેબલ હાજર હતી. અમે કોન્સ્ટેબલને એફઆઈઆર નોંધવા અને બદમાશોને પકડવા માટે પેટ્રોલિંગ વાહન મોકલવા વિનંતી કરી. પરંતુ મહિલા કોન્સ્ટેબલે અમને મદદ કરવાને બદલે અમારી સાથે ગેરવર્તણૂક શ કરી હતી
મહિલાએ કહ્યું, પોલીસકર્મીઓને કોઈ વાત પર ગુસ્સો આવ્યો. તેઓએ મારા મંગેતર (સૈન્ય અધિકારી)ને લોકઅપમાં પૂરી દીધા. મેં પોલીસકર્મીઓને કહ્યું કે આ ગેરકાયદેસર છે, પોલીસ આર્મી ઓફિસરને કસ્ટડીમાં રાખી શકે નહીં
જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવતા મહિલાએ એજન્સીને કહ્યું, મને માર્યા બાદ મહિલા પોલીસકર્મીઓએ મારા હાથ–પગ બાંધી દીધા અને મને એક મમાં બધં કરી દીધી. થોડી વાર પછી એક પુષ પોલીસવાળાએ દરવાજો ખોલ્યો. તેણે મારી છાતી પર એક પછી એક ઘણી વાર લાત મારી. તેણે માં પેન્ટ ઉતાયુ. આ પછી પોલીસકર્મીએ તેનું પેન્ટ ઉતાયુ અને મને તેના પ્રાઈવેટ પાટર્સ બતાવવા લાગ્યા. મહિલાએ પોલીસકર્મી પર બળાત્કારની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે.
ભરતપુર પોલીસ સ્ટેશનના ૫ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં આઈઆઈસી દિનકૃષ્ણ મિશ્રા, સબ ઈન્સ્પેકટર બેસ્લિની પાંડા, એએસઆઈ સલીલામોયી સાહત્પ, સાગરિકા રથ અને કોન્સ્ટેબલ બલરામ હાંડાનો સમાવેશ થાય છે.
ઘટનાનું સ્વત: સંજ્ઞાન લેતા, રાષ્ટ્ર્રીય મહિલા આયોગે ડીજીપી પાસેથી કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે. ડીજીપીને ઔપચારિક પત્ર મોકલીને ૩ દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ પોલીસકર્મીઓને તપાસ માટે જોડવામાં આવ્યા છે. ઓડિશા પોલીસે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ મામલે સીઆઈડી તપાસ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application94 કરોડના ખર્ચે જામનગર-સમાણા ફુલનાથ હાઇ-વે પહોળો કરાશે
November 25, 2024 01:50 PMદ્વારકામાં 27 વર્ષની યુવતિનું હૃદયરોગના હુમલાથી નિધન
November 25, 2024 01:45 PMજામનગર સાઇકલીંગ ક્લબના ૪ સાઈક્લીસ્ટો દ્વારા 75 કલાકમાં રેકોર્ડબ્રેક, સતત 1000 કિલોમીટરસાઇકલ ચલાવી
November 25, 2024 12:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech