મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા મોટા વિકાસકાર્યને સૈઘ્ધાંતીક મંજુરી અપાતા સાંસદ પુનમબેન માડમ દ્વારા આભાર વ્યકત કરાયો
જામનગર-સમાણા ફુલનાથ રોડ અતી વ્યસ્ત માર્ગ છે અને આ રસ્તા પર ચાલતા સેકડો વાહનચાલકો માટે ખુબ આનંદના સમાચાર છે કારણ કે આ માર્ગને પહોળો કરવા અને મજબુતીકરણ માટે રૂ. 94 કરોડના રસ્તાના કામને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સૈઘ્ધાંતીક મંજુરી આપવામાં આવી છે, આ રસ્તા અંગે ગુજરાત સરકાર સમક્ષ રજુઆતો કરનારા સાંસદ પુનમબેન માડમ દ્વારા આ મંજુરી બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરવામાં આવ્યો છે, અત્રે નોંધનીય છે કે આ અતી વ્યસ્ત માર્ગ છે જેના નવીનીકરણથી જામજોધપુર સહિત આ તરફ જતા ગામડા અને શહેરના લોકોને ખુબ જ લાભ મળશે.
જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર જીલ્લાના જામનગર-સમાણા ફુલનાથ રોડ ખૂબ જ મહત્વનો હોય, જામનગરથી સમાણા-જામજોધપુર જતો આ રસ્તો ખૂબ જ ટ્રાફીક ધરાવે છે, જે રસ્તાની અગત્યતા ધ્યાને લઈ આ રસ્તાને 10 મીટર પહોળો કરી મજબુતીકરણ સાથે સ્ટ્રકચર રીક્ધસ્ટ્રકશન સાથે સી.સી. રોડ ના આનુસાંગીક કામગીરી કરવા બાબતે સાંસદ પૂનમબેન માડમ દ્વારા ગુજરાત સરકારમાં રજુઆત કરવામાં આવેલ, જે કામ માટે સરકારે રૂ. 94.40/- કરોડના કામને સૌધ્ધાંતીક મંજુરી આપી છે.
આ મહત્વના રસ્તાને મુખ્યમંત્રી દ્વારા સૈધ્ધાંતીક મંજુરી મળતા જનસુવિધાના આ મહત્વના રસ્તાના આ કામ માટેની આ ભારપૂર્વકની રજુઆતને અનુલક્ષીને આ કામ મંજુર થતા સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો છે. સાંસદની અસરકારક આ રજુઆત સફળ રહેતા જામનગર સંસદીય મતવિસ્તારના લોકોએ સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યકત કરેલ છે.
જામનગર સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર-સમાણા ફુલનાથ રોડ પહોળો કરી મજબુતીકરણ સાથેના આ કામ માટે રૂા.94.40/- કરોડના રસ્તાના આ વિકાસ કામને સૈધ્ધાંતીક રીતે મંજુર થતા લગત વિસ્તારોના ગામો માટે પરિવહન અને આવન-જાવન માટે ખૂબ સાનુકુળતા બની રહેશે. આ માટે સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો છે.
શહેરની સાથે સાથે ધોરીમાર્ગના નવીનીકરણ અત્યંત જરી હોય છે કારણ કે આ હાઇ-વે ઘણી વખત જીવનરક્ષક પણ સાબિત થતા હોય છે કારણ કે કોઇ દર્દી ગંભીર સ્થીતીનો હોય અને તેને અન્ય શહેરમાં ખસેડવાની જરીયાત પડે ત્યારે માર્ગ ખખડધજ હોય તો દર્દીની જીંદગી જોખમમાં મુકાતી હોય છે અને સમયસર તેને સઘન સારવાર માટે અન્ય હોસ્પીટલોમાં ખસેડી શકાતા નથી, ઉપરાંત ઘણી વખત ખખડધજ માર્ગોના કારણે અકસ્માત પણ થતા રહે છે.
ઘણી વખત જીવલેણ અકસ્માત પણ સર્જાઇ જતા હોય છે અને ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દીઓ સમયસર સારવાર માટે પહોંચી ન શકે તો જીવનથી હાથ ધોઇ બેઠતા હોય છે, જો રસ્તા સારા હોય તો આવા દર્દીઓને વહેલી તકે સારવારમાં પહોચાડી શકાય છે એટલે ધોરીમાર્ગો ખખડધજ ન હોય તથા પહોળા હોય તે હાલના સંજોગોમાં જરૂરી બની ગયું છે, વાહનોની સંખ્યા વધી હોવાથી હાઇ-વે પર પણ ટ્રાફિક વઘ્યો છે.
જરૂરી છે કે ધોરીમાર્ગની સ્થીતી સારી હોય આવા સંજોગોમાં જામનગર જીલ્લા માટે ઉપયોગી એવા સમાણા અને ફુલનાથ તરફના હાઇવેને પહોળો કરવા મોટી રકમની ફાળવણી થઇ છે જે આ તરફના ટ્રાફિક માટે આશીવર્દિપ સાબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલગ્ન સીઝનમાં સસ્તું સોનું ભાવમાં એક હજારનો કડાકો
November 25, 2024 03:37 PMલાઈટ હાઉસમાં જમાદારના પુત્ર સહિત ત્રિપુટીનો આતંક: સોડા બોટલના ઘા કર્યા
November 25, 2024 03:34 PMગુજરાતના ૧૨ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળો પર ૧૫ દિવસમાં ૭૧ લાખ સહેલાણીઓ આવ્યા
November 25, 2024 03:31 PMદોઢ લાખના ભાડે ટ્રકમાં બાડમેરથી ૨૩ લાખનો વિદેશી દારૂ ભરીને રાજકોટ લાવતા બેલડી પકડાઇ
November 25, 2024 03:26 PMશિક્ષણ સહાયક ભરતીમાં વધારો કરી ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરો
November 25, 2024 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech