ગુલાબનગરમાં ચાની હોટલના ધંધાર્થી સહિત બે પર હુમલો

  • January 30, 2023 11:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગુલાબનગરમાં હોટલના કારીગરના મામલે ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ બે યુવાન પર હુમલો કરી તેમજ હોટલના કાંચમાં નુકશાન પહોચાડયુ હતું, ધોકા, સોડા બોટલ અને ઢીકાપાટુ વડે માર માર્યાની ચાર સામે ફરીયાદ દાખલ થઇ છે. 


જામનગરના ગુલાબનગર મેઇન ઢાળીયે વિશ્ર્વકર્મા ગેરેજની બાજુમાં રહેતા વેપારી અહદ શબીર શાહમદાર (ઉ.વ.૨૦) નામના યુવાને ગત રાત્રીના સીટી-બી ડીવીઝનમાં ગુલાબનગરના આસીફ ગની આમરોણીયા, સાહીલ આસીફનો માસીનો દીકરો, જાયવાવાળો રોનક, જાયવાનો એક અજાણ્યો શખ્સની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી છે.





વિગત અનુસાર ફરીયાદીની હોટલમાં કારીગર તરીકે કામ કરતા સાજન દેવીપુજકને આરોપી આસીફ પોતાની હોટલમાં કામે રાખવા માગતો હોય પરંતુ સાહેદ આરોપીની હોટલમાં કારીગર તરીકે કામ કરવા માંગતા ન હોય દરમ્યાન આ અંગેનો ખાર રાખીને ગઇકાલે રાત્રીના પોણા દસેક વાગ્યાના સુમારે ગુલાબનગર આરઝુ હોટલની સામે આરોપી ફરીયાદીની હોટલે જઇ ત્યાં હાજર સાહેદ ફરીયાદીના ભાઇ હનીફને તને બહુ હવા છે, તેમ કહી અપશબ્દો બોલી, થપ્પડ ઝીંકી ઝપાઝપી કરી હતી.


ઝઘડો થતા અહદભાઇ વચ્ચે પડતા અન્ય આરોપીઓ આવી ધોકા, ચા બનાવવાના ચમચા અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો તેમજ ધોકા અને સોડા બોટલ વડે ફરીયાદીને માથામાં ઇજા પહોચાડી હતી અને હાથમાં ફ્રેકચર કર્યુ હતું, ઉપરાંત ઢીકાપાટુનો માર મારી આરોપીઓ ચાની હોટલના ડીસ્પ્લે અને થડાનો કાંચ તોડી નુકશાન પહોચાડયુ હતું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application