ઉનાળામાં આ વસ્તુ ચોક્કસથી ટ્રાય કરો ચપટીમાં જ અટકશે સ્કીન સન બર્ન

  • April 19, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોશન બ્રોડ સ્પેક્ટ્રમ હોવું જરૂરી છે. મતલબ Uv A અને Uv B બન્ને સામે રક્ષણ પૂરું પાડે એવું.Uv B સામે રક્ષણ પૂરું પાડતું હોય તો એનું માનાંક SPF (sun protection factor ) થી કરેલું હોય અને Uv A સામે રક્ષણ પૂરું પાડતું હોય તો એનું માનાંક PPD (persistent pigment darkening) થી કરેલું હોય જે એશિયન દેશો માં PA+++ થી લખાઈને આવે છે. આ બન્ને માનાંક આપના લોશન પર ખાસ જરૂરી છે.ઘણા લોશનમાં 5 સુધી સ્ટાર આવે છે.


આપનું લોશન આપની ચામડીને ડેમેજ ન કરે, ઇરીટેટ ન કરે,રેલા ઉતરે કે સફેદ ડાઘ છોડે તેવું ન હોવું જોઈએ. તેમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય તો ચામડી ખુબ જ ડ્રાય થઇ જાય છે તો તેમાં મોસ્ચ્યુરાઈઝર મિક્ષ કરી લગાડવું જોઈએ. તે યોગ્ય કીમતમાં સરળતા થી મળી રહે અને વાપરવાથી ચામડી ને સ્યુટ થાય તેવું જ લોશન શરુ રાખવું હિતાવહ છે.


ભારતમાં ગરમી વધુ હોઈ છિદ્રો વાટે લોશન અંદર ઉતરે અને અંદરનું ટોક્સીન બહાર ન કાઢે તો ચામડીના રોગો વધે જ છે માટે પહેલા જણાવેલા આયુર્વેદિક ઉપાયો કરવા ખુબ પાણી પીવું ને કુંવારપાઠું વાપરવું. બાકી ચામડી અંગે કેન્સરના સંશોધન કરતી સંસ્થા કહે છે કે તડકામાં સવારે 10 થી સાંજે 4 સુધી ઘરની બહાર ન નીકળવું જ હિતાવહ છે.ચહેરા પર લગાડવું હોય તો 3-4 ગ્રામ લગાડવું જરૂરી છે.


એક લેયર પર બીજું લેયર લગાડવાથી SPF 15×15 = 225 મિનીટ સુધી રક્ષણ આપે છે પણ પહેલી વખતે લગાડેલું લોશન ત્વચાના ઉપલા પડને થોડું ડેમેજ કરે છે જેથી એક ઉપર બીજું લેયર લગાડવાથી તે ત્વચામાં સીધું ઉતરી નુકસાન જ કરે છે માટે ઓઈલ બેઝ ના ક્લીન્સરથી ધોઈ બીજીવાર લગાડવું હિતાવહ છે.


જો આપના લોશનમાં એવો બેન્ઝોન હોય તો તે ફોટોસ્ટેબલ હોતા નથી તેની ફોટોસ્ટેબીલીટી વધારવા બીજા UV ફિલ્ટર્સ નાંખવા પડે છે. આપનું લોશન કિરણો સામે સ્ટેબલ હોવું ખાસ જરૂરી છે.


SPF એ સન પ્રોટેક્શન ફેક્ટરની માનાંક પદ્ધતિ છે. આપ ખુલ્લા ચહેરે તડકામાં લોશન લગાવ્યા વગર ઉભા રહો અને આપની ચામડી 10 મિનીટમાં બળવાની ચાલુ થાય તો SPF 15 એ આપને 10 × 15= 150 મિનીટ સુધી રક્ષણ પૂરું પાડે છે એના પછી એ કોઈ જ કામનું નથી. એ જ રીતે SPF 2 થી SPF 60 સુધી જાણવું હિતાવહ છે. આવા લોશન, ક્રીમ, સ્પ્રે પણ બજારમાં મળે છે.


SPF 15 એ 93% UVB કિરણો ને રોકે છે મતલબ 100 માંથી 93 ફોટોનને રોકે છે અને બાકીના 7 ફોટોને ચામડીમાં પ્રવેશવા દે છે.


SPF 30 એ 97% UVB કિરણોને રોકે છે .


SPF 50 એ 98% UVB કિરણોને રોકે છે, 50થી વધુ SPF એ દિલ બહેલાને કે લિયે ખ્યાલ અચ્છા હૈ જેવું છે.


ફીઝીકલમાં ટાઈટેનિયમ ડાયોક્સાઈડ કે ઝીંક ઓક્સાઈડ મુખ્ય હોય છે જે અલ્ટ્રાવાયોલેટ કિરણોને ચામડી પરથી પરાવર્તિત કરે છે અથવા તો ત્યાં જ બ્લોક કરી દે છે. આ લોશન થોડા ઘટ્ટ હોય છે અને અકાર્બનિક તત્વોનું બનેલું હોય છે અને ચામડી પર લગાવ્યા બાદ તરત જ ઈફેક્ટ કરે છે, સફેદ ડાઘ છોડે છે અને પ્રમાણમાં સ્ટેબલ અને સેફ છે કેમકે તે ચામડી પર ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન કરતું નથી.


કેમિકલમાં એવોબેન્ઝોન મુખ્ય છે જે ચામડી પર ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન કરે છે, તે સૂર્યના કિરણોને શોષી લે છે અથવા છિન્ન ભિન્ન કરી તેની તાકાત ઘટાડી નાખે છે અને તે કાર્બનિક તત્વોનું બનેલું હોય છે. લગાડ્યા બાદ 20 મિનીટ પછી કામ શરુ કરે છે.કેટલીક વાર ચહેરા પરથી રેલાની જેમ ઉતરે છે. કિ૨ણો શોષતું હોવાથી ત્વચામાં ઇરીટેશન,કરચલી, લાલાશ ઉત્પન્ન કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application