રાજ્યમાં ભારે વરસાદને પગલે 3 દિવસમાં ગુજરાતને સાંકળતી 33 ટ્રેન કેન્સલ કરાઇ જ્યારે ટ્રેકમાં પાણી ભરાતાં ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમજ ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ એપ્રન, ટર્મિનલ-2માં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત બે દિવસમાં અમદાવાદને સાંકળતી 50થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી જયારે 3 કેન્સલ કરાઇ હતી.
મુંબઇને સાંકળતી અનેક ટ્રેનને અસર
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ટ્રેકમાં પાણી ભરાતાં રેલવે વ્યવહાર મહદ્અંશે ખોરવાયો છે. ખાસ કરીને મુંબઇને સાંકળતી અનેક ટ્રેનને અસર પડી હતી. હવે આવતીકાલે ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસને રદ કરવામાં આવેલી છે. તેમજ રૂટ ટૂંકાવાતા પણ મુસાફરોને ભારે પરેશાની પડી હતી.
રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અનેક ટ્રેનો અસરગ્રસ્ત
તેમજ પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાઈ જવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. જેમાં રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ્દ કરવામાં આવી છે. જ્યારે વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ અમદાવાદ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ રીતે આ ટ્રેનને અમદાવાદ-બાંદ્રા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે. સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસને વાયા વસઈ, રોડ-ભેસ્તાન-પાલધી-ખંડવા-સંત હિરદારામ નગર-રતલામ-ગોધરા-આણંદ થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમજ ટ્રેન નંબર 19320 ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને વાયા ગોધરા-વડોદરા-ગેરતપુર થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech