રાજકોટમાં 2000ની નોટ વટલાવવાના બદલામાં વેપારીઓ 300 રૂપિયાનું કમિશન ખાતા, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી

  • December 09, 2024 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2000ની નોટ વ્યવહારમાં નથી છતાં રાજકોટમાં સ્વીકારવામાં આવે છે. એક નોટ પર 300 રૂપિયા કમિશન લઈ નોટ સ્વીકારવામાં આવે છે. રાજકોટના જ્યુબેલી ખાતે આવેલ મહેતા પેન ડીપોનો વેપારી 2000ની નોટના બદલામાં 300 રૂપિયાનું કમિશન ખાતો હોવાનો વીડિયો વાઇરલ થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.


2000ની બે નોટના 3400 રૂપિયા આવશે
2000ની બે નોટ આપનાર યુવકે જણાવ્યું હતું કે, મારી પાસે 2000ની બે નોટ પડી હતી તે હું અહીં દેવા આવ્યો હતો. એટલે વેપારીએ કહ્યું કે, કેટલા સમયથી તમારી પાસે નોટ હતી. તો મેં કહ્યું હતું કે, ઘણા સમયથી મેં બે નોટ સાચવી હતી. એટલે હું દેવા આવ્યો તો મને કે 2000ની બે નોટના 3400 રૂપિયા આવશે. એટલે મેં કહ્યું કે, કાંઈ વાંધો નહીં મને 3400 રૂપિયા આપી દ્યો. 2000ની નોટમાં 300 રૂપિયા કમિશન લેતા હતા. 2000ની ફાટેલી, તૂટેલી નોટોમાં પણ કમિશન લે છે. અમે તો પોલીસ કમિશનર, કલેક્ટર, ડીઇઓને એક જ રજૂઆત કરીએ છીએ કે, આમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.


કમિશન પર નોટો લેનારાઓએ શું કહ્યું?
કમિશન પર નોટો લેનારાઓએ જણાવ્યું હતું કે, અમે એજન્ટ તરફથી નોટો લઈએ છીએ. તેઓ વ્યાજબી મહેનતાણું કરી આપે છે. RBI દ્વારા નિમેલા એજન્ટ હોવાનો દાવો કર્યો હતો. બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા જ 2000ની નોટ સ્વીકારવામાં આવે છે તેવો નિયમ છે તેવું મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, અમને ખબર નથી. બંધ થઈ ગઈ એ ઉપરથી ખબર છે પણ કઈ રીતે લઈ આવતા હોય એ ખબર નથી. બેંક ના પાડે છે એટલે RBI વાળાએ તેમના એજન્ટ નિમ્યા છે. અમે 50 રૂપિયા કમિશન લેતા હોઈએ તો એજન્ટ 40 રૂપિયા લેતા હોય છે. ક્યારેક 10-20, ક્યારેક 50, ક્યારેક 100 રૂપિયા, ક્યારેક 200 રૂપિયા કમિશન લેતા હોઈએ છીએ. એજન્ટો કોઈક વાર અહીં આવતા હોય તો ક્યારેક અમને તેમની પાસે જતા હોઈએ છીએ.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application