જાડેજાની કાંગારૂ છલાંગ: ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં ટોપ-10માં સામેલ

  • February 23, 2023 01:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર પ્રદર્શન કરનારા ભારતીય સ્પિનર રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. રવિન્દ્ર જાડેજા ટોપ-10માં આવી ગયો છે જ્યારે અશ્વિન બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે પોતાનું નંબર વનનું સ્થાન ગુમાવી દીધું છે. 
​​​​​​​

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર રવિન્દ્ર જાડેજાએ સાત સ્થાનનો કૂદકો લગાવ્યો છે અને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બોલર્સ રેન્કિંગમાં ટોપ-10માં સામેલ થયો છે. તેનો સાથી બોલર રવિચંદ્રન અશ્વિન એક સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમે પહોંચ્યો છે. આ બંને ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ બંને ટેસ્ટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજા સપ્ટેમ્બર 2019 બાદ પ્રથમ વખત ટોપ-10માં પહોંચ્યો છે. બુધવારે આઈસીસી દ્વારા જારી કરવામાં આવેલી રેન્કિંગમાં જાડેજા નવમાં ક્રમે પહોંચ્યો છે. તેણે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી હતી. હાલમાં ઈજાના કારણે ક્રિકેટથી દૂર રહેલો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પાંચમાં ક્રમે છે.

બોલર્સ રેન્કિંગમાં પ્રથમ સ્થાને ઈંગ્લેન્ડનો અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન છે જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને નુકસાન થયું છે. પેટ કમિન્સ બે સ્થાનના નુકસાન સાથે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. તેણે પોતાનું નંબર વનનું સ્થાન ગુમાવી દીધું છે. ભારત સામે રમાયેલી પ્રથમ બે ટેસ્ટમાં તે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો ન હતો. જેના કારણે તેને બે સ્થાનનું નુકસાન થયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ભારત હાલમાં 2-0થી આગળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application