મધ્યપ્રદેશના ધારમાં પૂરપાર ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાઈ, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

  • April 18, 2023 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો છે. જિલ્લામાં ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર એક ઝડપી કાર ટ્રક અથડાઈ હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ ગોપાલ ગર્ગ (ઉ.વ.27), અક્ષય ત્રિવેદી (ઉ.વ.27) અને સંદીપ રાઠોડ (ઉ.વ.28) તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.


સોમવારે મોડી રાત્રે દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત બે લોકોના મોત થયા હતા.જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે મિની બસમાં મુસાફરી કરી રહેલા આ લોકો સોમવારે સવારે લગભગ 1 વાગ્યે ઉત્તરાખંડના રામનગરમાં કૈંચી ધામ નિબ કરોરીથી પરત ફરી રહ્યા હતા.


દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના મૈચા ગામ પાસે મિની બસનો ડ્રાઈવર બસને રોડની કિનારે મૂકી રહ્યો હતો, ત્યારે પાછળથી કોઈ અજાણ્યા વાહને બસને ટક્કર મારી હતી, જેના કારણે બસ પલટી ગઈ હતી. તેમણે કહ્યું કે આ ઘટનામાં બસમાં સવાર 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોને સરકારી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ગ્રેટર નોઈડામાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં અવધ (8) અને દેવેન્દ્ર ચૌધરી (31)નું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે બસ ડ્રાઈવર સહિત 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામની જીમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટનાની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application