દક્ષિણ એશિયામાં દર ચારમાંથી ત્રણ બાળકો ભીષણ ગરમીનો શિકાર

  • August 08, 2023 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૪૬ કરોડ બાળકો કલાઈમેટ ચેન્જના કારણે ખતરનાક રીતે ઉંચા તાપમાનનો સામનો કરે છે: બાળકોમાં માનસિક વિકાસ અને ન્યુરોલોજીકલ સમસ્યાઓનું જોખમ: યુનિસેફના સીસીઆરઆઈ રેન્કિંગ અનુસાર ભારત પણ હાઈ રિસ્ક ઝોનમાં




યુએનના એક રિપોર્ટ અનુસાર, દક્ષિણ એશિયામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૭૬ ટકા બાળકો એટલેકે ૪૬ કરોડ બાળકો કલાઈમેટ ચેન્જના કારણે ખતરનાક રીતે ઐંચા તાપમાનનો સામનો કરી રહ્યા છે. યુનિસેફના અહેવાલ મુજબ, દક્ષિણ એશિયામાં ૪ માંથી ૩ બાળકો ઐંચા તાપમાનના જોખમ વાળા વિસ્તારોમાં રહે છે, યારે વૈશ્વિક સ્તરે ૩ માંથી ૧ બાળક ઐંચા તાપમાનના સંપર્કમાં છે. આનાથી બાળકોમાં માનસિક વિકાસ અને ન્યુરોલોજીકલ સમસ્યાઓ અને હૃદય રોગ જેવા રોગો પણ થઈ શકે છે.





બાળકો તાપમાનના ફેરફારોને ઝડપથી સ્વીકારતા નથી. તેથી તેઓ તેમના શરીરમાંથી વધારાની ગરમીને બહાર કાઢવામાં સક્ષમ નથી. પરિણામે, નાના બાળકોમાં શરીરનું ઐંચું તાપમાન, ઝડપી ધબકારા, આંચકી, ગંભીર માથાનો દુખાવો, આભાસ, અગં નિષ્ફળતા, ડિહાઇડ્રેશન, બેભાન અને કોમા જેવી ફરિયાદો વધી રહી છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૨માં વિશ્વનું સૌથી ગરમ શહેર પાકિસ્તાનના સિંધમાં આવેલું જેકોબાબાદ હતું. યુનિસેફના સીસીઆરઆઈ રેન્કિંગ અનુસાર ભારત પણ હાઈ રિસ્ક ઝોનમાં છે.





યુનિસેફના પ્રાદેશિક નિયામક સંજય વિજેસેકરાએ જણાવ્યું હતું કે વૈશ્વિક તાપમાન ઉચ્ચ કક્ષા પર છે અહેવાલ મુજબ દક્ષિણ એશિયામાં લાખો બાળકોના જીવન અને સુખાકારી હીટવેવના કારણે જોખમમાં છે. અમે ખાસ કરીને શિશુઓ, નાના બાળકો, કુપોષિત બાળકો અને સગર્ભા ક્રીઓ વિશે ચિંતિત છે કારણ કે તેઓ હીટ સ્ટ્રોક અને અન્ય ગંભીર અસરો માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. દક્ષિણ એશિયામાં, વર્ષના ૮૩ દિવસથી વધુ સમય માટે તાપમાન ૩૫ ઓ થી ઉપર રહે છે. જુલાઈ મહિનો વૈશ્વિક સ્તરે અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો હતો ત્યારબાદ દક્ષિણ એશિયામાં બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વધી છે.




૩ સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરનારા દેશની યાદીમાં ચીન ૩૦.૩૦ ટકા સાથે પ્રથમ છે અને અમેરિકા ૧૪.૬૩ ટકા બીજા ક્રમે અને ભારતે ૭.૧૫ ટકા સાથે ત્રીજા ક્રમે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application