એસ્ટ્રોન ચોક પાસે દુકાનમાંથી ત્રણ આઇફોનની ચોરી: સગીર ઝડપાયો

  • June 28, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧.૦૯ લાખની કિંમતના મોબાઇલ ખરીદવા માટે પસદં કર્યા બાદ પેમેન્ટ માટે મિત્ર આવતો હોવાનું કહ્યું: કર્મચારી બીજા ગ્રાહકોમાં વ્યસ્ત થતાં ટેબલના ખાનામાંથી મોબાઇલ ચોરી લીધા હતા




શહેરના એસ્ટ્રોન ચોક પાસે આવેલી મોબાઇલની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખસ દુકાનમાં કામ કરનાર કર્મચારીની નજર ચૂકવી પિયા ૧.૦૯ લાખની કિંમતના ત્રણ મોબાઈલ ફોન તફડાવી ગયો હતો. આ અંગે દુકાનના કર્મચારીની ફરિયાદ પરથી એ.ડિવિઝન પોલીસે મોબાઈલ ચોરી જનાર આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.દરમિયાન પોલીસે આ ચોરીમાં પરાપીપળિયા ગામે રહેતા સગીરને ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસેથી ત્રણ આઇફોન કબજે કર્યા હતાં.





બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ એસ્ટ્રોન ચોકમાં સરદારનગર શેરી નંબર ૧૬ માં રહેતા મૂળ મોરબીના ટંકારાના વતની હનીફ ગફારભાઈ નાયક (ઉ.વ ૨૫) દ્રારા એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે એસ્ટ્રોન ચોકમાં ઉમિયા મોબાઇલની સામે આવેલી એન્ડ્રોઈડ ઝોન નામની મોબાઇલની દુકાનમાં નોકરી કરે છે અને જુના મોબાઇલ લે વેચ નું કામ કરે છે.
 ગત તારીખ ૨૫૬ળ૨૦૨૩ ના બપોરના ૧૨:૩૦ વાગ્યા આસપાસ તે અહીં દુકાને હતો ત્યારે એક ગ્રાહક તરીકે એક શખસ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હત્પં મોબાઇલની દુકાનવાળો છું અને મારે જૂના મોબાઈલ ફોન વેચવા માટે જોઈએ છે. જેથી યુવાને તેને અલગ અલગ ચાર મોબાઇલ બતાવ્યા હતા જેમાંથી આ શખસે ત્રણ મોબાઈલ પસદં કર્યા હતા જેની કુલ કિંમત ૧.૦૯ લાખ નક્કી થઈ હતી બાદમાં આ શખસે કહ્યું હતું કે મારા ખાતામાં પૈસા આવે છે અને થોડા પૈસા મારો મિત્ર અહીં બ દેવા આવે છે તેમ વાત કરી આ શખસ તેના મિત્રની રાહમાં અહીં દુકાન પાસે બેઠો હતો. યુવાને ત્રણેય મોબાઈલ ફોન પેક કરી દુકાનમાં રહેલ કાચના ટેબલમાં પ્લાસ્ટિકની બેગમાં રાખ્યા હતા.
દરમિયાન બીજા ગ્રાહકો આવતા યુવાન આ બીજા ગ્રાહકોને મોબાઈલ બતાવવામાં વ્યસ્ત હતો. પંદરેક મિનિટ બાદ તેનું ધ્યાન જતા આ શખસ દુકાનેથી જતો રહ્યો હતો ત્યારબાદ તેણે ટેબલના ખાનામાં જોતા અહીં પ્લાસ્ટિકના બેગમાં પેક કરી રાખેલ ત્રણેય મોબાઈલ ફોન સાથેની આ બેગ ગાયબ હોય જેથી આ શખસ મોબાઈલ ચોરી કરી ગયો હોવાનું માલુમ પડું હતું. બાદમાં તેણે આ અંગે એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.




પીઆઇ કે.એન.ભૂકણની રાહબરી હેઠળ એએસઆઇ એમ.વી.લુવા તથા ટીમ તપાસમાં હતી દરમિયાન કોન્સ. હરપાલસિંહ જાડેજા,કેતનભાઇ બોરીચા અને જયરાજભાઇ કોટીલાને મળેલી બાતીમના આધારે પોલીસે આ પરાપીપળિયામાં રહેતા સગીરને ઝડપી લઇ આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસે સગીર પાસેથી ત્રણ આઇફોન કબજે કર્યા હતાં.આ સગીર મેટોડા જીઆઇડીસમાં નોકરી કરે છે.સગીર અગાઉ આ દુકાને પોતાનો આઇફોન વેચવા માટે ગયો હતો.બાદમાં તેને લાલચ થતા તેણે મોબાઇલની ચોરી કરી લીધી હોવાની કબુલાત આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application