ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓનું આજથી ત્રણ દિવસ સામૂહિક ચિંતન

  • May 19, 2023 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજ્ય ની દસમી ચિંતન શિબિરનો આજથી પ્રારંભ: ૨૩૦ જેટલા વીવીઆઈપી કેવડિયા પહોંચ્યા: દિલ્હીના ઉચ્ચ અધિકારીઓ ગુજરાતના અધિકારીઓને આપશે માર્ગદર્શન




ગુજરાત રાજ્ય ની ૧૦ ની ચિંતન શિબિર નો પ્રારભં આજથી થયો છે ગુજરાત સરકારના વરિ અધિકારીઓ ત્રણ દિવસ સુધી સામૂહિક ઈંતાન કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઇ રહેલી આજની ચિંતન શિબિરમાં ભાગ લેવા ૨૩૦ જેટલા બીબીઆઈપીઓ કેવળીયા પહોંચી ચૂકયા છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમના મંત્રીમંડળના તમામ સાથીદારો મુખ્ય સચિવ તમામ પરિસ્થિતિ અધિકારીઓ કલેકટર જિલ્લા વિકાસ અધિકારીઓ સામેલ થયા છે આજે સાંજે ૪:૦૦ કલાકે આ ચિંતન શિબિર નો પ્રારભં થશે અને તેનું સમાપન રવિવારે બપોરે ૧૨:૩૦ કલાકે કરવામાં આવશે.





સ્ટ્રેસ મેનેજમેન્ટ અને યોગા વે ઓફ લાઇફ પર વકતવ્ય યોજાશે તેમજ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ દ્રારા સંચાલિત ટેકિનકલ પરિવર્તનના સંદર્ભમાં જાહેર ક્ષેત્રની ભૂમિકા અને અપેક્ષાઓ ઉપર પેનલ ચર્ચા થશે.





આવતીકાલે,બીજા દિવસે સવારે ૬ કલાકે આરોગ્ય વન ખાતે યોગાભ્યાસમાં મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવો ભાગ લેશે. તત્પશ્ચાત સવારે ૧૦ કલાકે વિકાસના મુદ્દાઓ અંગે નિષ્ણાંતો દ્રારા માર્ગદર્શન આપવામાં આવશે. સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતા નિર્માણ, સરકારી અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો જેવા વિવિધ વિષયો ઉપર વરિ અધિકારીઓના દિશાદર્શનમાં સામુહિક રીતે ગહન ચિંતન કરવામાં આવશે. તદુપરાંત મહાનુભાવો સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ લાઇટ એન્ડ સાઉન્ડ શો અને પ્રોજેકશન મેપિંગ નિહાળશે. સાંજના ૮.૩૦ કલાકે ગોરા ઘાટ ખાતે મુખ્યમંત્રી સહિતના શિબિરાર્થીઓ મા નર્મદાની મહાઆરતીમાં પણ જોડાશે.



ચિંતન શિબિરના અંતિમ દિવસનો પ્રારભં પણ યોગાભ્યાસથી થશે. ત્યારબાદ સવારે ૧૦ કલાકે વિવિધ વિષયો ઉપર પ્રેઝેન્ટેશન અને ચર્ચા થશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે ભારત સરકાર અને રાય સરકાર દ્રારા તૈયાર કરાયેલા જિલ્લા સુશાસન સુચકાંકોનું લોકાર્પણ કરવામાં આવશે. બપોરે એક વાગ્યે મુખ્યમંત્રીનું માર્ગદર્શન મળ્યા બાદ શિબિરનું સમાપન થશે.  





વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, તેમણે વર્ષ ૨૦૦૩માં આ ચિંતન શિબિરની પહેલ એકતાનગર ખાતેથી જ શ કરી હતી અને આજે તેની દસમી શ્રેણી પણ એકતાનગર ખાતે યોજાઇ રહી છે. જાહેરસેવા અને કાર્યસંસ્કૃતિને બહેતર તરીકાથી લોકાભિમુખ બનાવવા માટે આ ચિંતન શિબિર ચાવીપ ભૂમિકા અદા કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application