ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા રાણાભાઈ નગાભાઈ ભાચકન નામના ૬૫ વર્ષના ગઢવી વૃદ્ધની પુત્રી ધનીબેન (ઉ.વ. ૩૨) ના લગ્ન આજથી આશરે નવ વર્ષ પૂર્વે ગામ ગાગવા ગામે રહેતા તેમના બનેવી ભીખાભાઈ ભારાભાઈ શાખરાના પુત્ર પુંજા સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન તેઓને હાલ સાત વર્ષનો પુત્ર છે.
ધનીબેનને તેણીના લગ્નજીવન દરમ્યાન છેલ્લા એકાદ વર્ષથી તેણીના પતિ પુંજા દ્વારા અવારનવાર મારવામાં આવતા ધાનીબેન તેણીના પુત્રને સાથે લઈને છેલ્લા આશરે છએક માસથી માવતર રહેવા ચાલી આવી હતી. આ દરમિયાન ગઈકાલે રવિવારે સાંજના સમયે જી.જે. ૧૦ ટીવી ૫૧૦૨ નંબરની ઇનોવા મોટરકારમાં ધસી આવેલા પુંજા ભીખા શાખરાએ મોટા માંઢા ગામે રહેતા તેના સસરાના ઘરે આવી અને આ કાર તેમના ફળિયામાં એક ઝાડ સાથે અથડાવી તેમાં નુકસાની પહોંચાડી હતી. ત્યાર બાદ આરોપી પુંજાએ કારમાંથી ઉતરીને "તમે મારી પત્નીને શું કામ મારા ઘરે મૂકતા નથી?" તેમ કહી તેના કમરના ભાગે રહેલા પિસ્તોલ જેવા હથિયાર રાખવાના કવર દેખાડી અને "તમને આ રીતે પતાવી દઈશ તો આટલી વાર લાગશે"- તેમ કહી, બિભત્સ ગાળો કાઢી હતી.
આ શખ્સની મોટરકારમાં એક જાંબુડી કલરનું બંદૂક જેવું હથિયાર હોવાનું પણ વધુમાં ખુલવા પામ્યું છે. રાત્રિના દસેક વાગ્યે આરોપી પુંજા સાખરાએ પોતાના સસરાને "તમને તથા તમારા પરિવારને જાનથી મારી નાખીશ"- તેમ કહી, મોટરકાર રિવર્સમાં લઈ અને તેમના પર ચડાવવાનો પ્રયાસ કરતા તેઓ જીવ બચાવી અને એક બાજુ ચાલ્યા ગયા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
બબાલ સર્જીને નાસી ગયેલા આ શખ્સ સામે ખંભાળિયા પોલીસે તેના સસરા રાણાભાઈ નગાભાઈ ભાચકનની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ ૩૦૮, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
આ બનાવ દરમિયાન ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર સહિતના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયા - જામનગર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન અત્રેથી આશરે ૧૫ કિલોમીટર દૂર કાઠી દેવળીયા ગામ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જી.જે. ૧૦ ટી.વી. ૫૧૦૨ નંબરની ઇનોવા મોટરકારમાં નીકળેલા પુંજા ખીમા સાખરા (રહે. ગાગવા) ની કારને અટકાવી, ચેકિંગ કરતા આ મોટરકારમાંથી એક નાની તથા એક મોટી એરગન મળી આવી હતી. આ ઉપરાંત કારમાં રહેલા એક લેડીઝ પર્સમાંથી રૂપિયા ૮૯,૦૦૦ ની રોકડ રકમ તેમજ ચેકબુક અને પાસબુક પણ મળી આવ્યા હતા.
આથી પોલીસે રૂપિયા ત્રણ લાખની મોટરકાર, એક નાની તથા એક મોટી એરગન તથા રૂપિયા ૫,૦૦૦ ની કિંમતનો એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કરી, જી.પી. એક્ટની કલમ ૧૩૫ (૧) મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech