પોલીસ તંત્રમાં ૮ હજાર જવાનોની થશે ભરતી: હર્ષ સંઘવી

  • March 21, 2023 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિધાનસભામાં કરી જાહેરાત, ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેકિટલ પરીક્ષા લેવાનું આયોજન: નોકરીવાંછુ ખુશ: એસ.ટી.ને ૩૭૦૦ નવી બસ મળશે




સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્રારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી ૮ હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્રારા કરવામાં આવી છે.
આજે વિધાનસભામાં ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે સૌથી મોટી જાહેરાત કરી. તેઓએ જણાવ્યું કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી ૮ હજાર જગ્યા પર ભરતી કરશે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેકિટલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.
દરમિયાન રાયના એસ.ટી.નિગમને ૩૭૦૦ નવી બસ મળશે તેવી જાહેરાત પણ આજે ગૃહમાં કરવામાં આવી છે.





દરમિયાન ગુજરાતની ગીર, કાંકરેજ અને ડગરી ગાય જેવી શ્રે અને સ્થાનિક ઓલાદોનું સંરક્ષણ અને શુદ્ધ સંવર્ધન થવું ખૂબ જ જરી છે. એટલા માટે જ રાય સરકારે સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડીઓના ઉછેર માટે પશુપાલકોને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી છે, તેમ પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું.





વિધાનસભા ગૃહ ખાતે કૃત્રિમ બીજદાન યોજના અંતર્ગત પશુપાલકોને પ્રોત્સાહન યોજના અંગે સભ્યશ્રી દ્રારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો જવાબ આપતા પશુપાલન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ ૨૦૨૧માં ૧૪૬ અને વર્ષ ૨૦૨૨માં ૧૯૫ મળી કુલ ૩૪૧ પશુપાલકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે.





જે અંતર્ગત વર્ષ ૨૦૨૧માં . ૪.૩૮ લાખ અને વર્ષ ૨૦૨૨માં . ૫.૮૫ લાખને મળી કુલ . ૧૦.૨૩ લાખની રકમ સહાય પેટે આપવામાં આવી છે.


રાયમાં શુદ્ધ સંવર્ધન થકી સ્થાનિક ઓલાદ ગાયોની સંખ્યા વધુમાં વધુ હોય તો તેના પરિણામે રાયમાં દૂધની ગુણવત્તા અને ઉત્પાદન સાથે પશુપાલકોની આવકમાં પણ વધારો થશે, તેમ મંત્રીશ્રીએ અંતમાં જણાવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application