'...આ યોદ્ધા મરશે નહીં, મારશે', કૃતિ સેનન અને ટાઇગર શ્રોફની 'ગણપત'નું અદ્ભુત ટ્રેલર થયું રિલીઝ

  • October 09, 2023 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટાઈગર શ્રોફની 'ગણપત'નું દમદાર ટ્રેલર રીલીઝ થયું છે. 2 મિનિટ 30 સેકન્ડનું આ ટ્રેલર ખૂબ જ આકર્ષક છે. તેમાં એક સ્વીટ  લવસ્ટોરીની સાથે-સાથે ઘણી બધી એક્શન પણ છે, મનોરંજનનું લેવલ બમણું કરવા માટે, અમિતાભ બચ્ચન પણ ફિલ્મમાં જોવા મળશે.


ગણપતનું ટ્રેલર એક અલગ દુનિયાથી શરૂ થાય છે જે વર્ષ 2070ની દુનિયા છે, જેમાં અમીર અને ગરીબ વચ્ચેનો તફાવત બતાવવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, એક શ્રીમંત શેતાન ગરીબોની દુનિયામાં પ્રવેશ કરે છે જેમના માટે માત્ર પૈસા જ મહત્વ ધરાવે છે. કોઈક રીતે કૃતિ સેનન એ અમીર લોકોની ચુંગાલમાં ફસાઈ જાય છે અને પછી ગુડ્ડુના ગણપત બનવાની કહાની શરૂ થાય છે. ફિલ્મમાં ગ્રાફિક્સ અને વીએફએક્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે, જો કે ટાઇગરની એક્શન તમને તેની જૂની ફિલ્મો વોર, બાગી અને હીરોપંતી યાદ અપાવશે. ફિલ્મમાં અમિતાભનો લુક ઘણો જ દમદાર લાગી રહ્યો છે, હવે જોવાનું એ રહે છે કે તેમનો રોલ કેવો હશે.


વિકાસ બહલે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે, જ્યારે તેના નિર્માતા વાશુ ભગનાની, વિકાસ બહલ, દીપશિખા દેશમુખ, જેકી ભગનાની છે. 'ગણપત' હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને તેલુગુ ભાષાઓમાં 20 ઓક્ટોબર, 2023ના રોજ દશેરાના અવસર પર રિલીઝ થશે. ટાઈગર અને કૃતિની વાત કરીએ તો આ જોડી પહેલા પણ સાથે જોવા મળી છે. બંને પહેલીવાર ડેબ્યૂ ફિલ્મ 'હીરોપંતી'માં જોવા મળ્યા હતા. જોકે, ટાઈગર પહેલીવાર અમિતાભ સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application