શેરડીનો રસ, બરફ, ગોલા, કુલ્ફી, પાણીપુરી, સરબત જેવા પદાર્થો ખુલ્લેઆમ મળે છે: કેટલાક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી અને નળનું પાણી મિશ્ર થતું હોય ઝાડા-ઉલ્ટીના કેસો વઘ્યા: શા માટે પ્રતિબંધીત જાહેરનામુ બહાર પડાતું નથી ?
જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કોલેરાના 10 જેટલા કેસ થઇ ગયા હોવા છતાં પણ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હજુ જોઇએ તેટલી નકકર કામગીરી કરતું ન હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે, બરફ, શેરડીનો રસ, ગોલા, કુલ્ફી, સરબત, પાણીપુરી જેવી લોકોને બિમાર પાડી શકે તેવી ચીજવસ્તુઓ ખુલ્લેઆમ વેંચાય છે, પરંતુ કોર્પોરેશનનું તંત્ર આ ચીજવસ્તુ ઉપર પ્રતિબંધ મુકવા માટે કોની લાજ કાઢે છે ? શું જામનગર શહેરમાં તમામ વિસ્તારમાં કોલેરા પ્રસરી જાય તેની રાહ જોવામાં આવે છે ? કે પછી યેનકેન પ્રકારે જાહેરનામુ બહાર પાડવામાં આવતું નથી, અધુરામાં પુ હોય તેમ મોમાઇનગર વિસ્તારમાં પણ શનિવારે સાત વર્ષની બાળાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, કોર્પોરેશન થોડા ઘરની ચકાસણી કરે છે, પરંતુ પીએચસી કેન્દ્રમાં જે કામગીરી થવી જોઇએ તે કરવામાં આવતી નથી તે પણ હકીકત છે.
શહેરમાં વામ્બેઆવાસ, દરેડ, બેડી, ધરાનગર-2, ખોજાનાકા સહિતના કેટલાક વિસ્તારોમાં કોલેરા પોઝીટીવ નિકળ્યો છે, એક પુષ અને એક સ્ત્રી ડોકટરને પણ કોલેરા લાગુ પડયો છે, ત્યારે જામનગર મહાપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ ફીફા ખાંડે છે તેવો આક્ષેપ થઇ રહ્યો છે, અખબારોને પણ પુરતી માહિતી આપવામાં કોર્પોરેશનની આરોગ્ય ખાતાની ટીમ ઠાગાઠૈયા કરે છે, સરકારનો પરીપત્ર ન હોવા છતાં પણ ચોકકસ માહિતી છુપાવવામાં આવે છે, જો પરીપત્ર આવ્યો હોય તો આરોગ્ય અધિકારી શા માટે જાહેર કરતા નથી ? તે પણ પ્રશ્ર્ન છે.
જી.જી.હોસ્પિટલમાં બે દિવસમાં ઓપીડીમાં 80થી વધુ કેસ તાવ, ઝાડા, ઉલ્ટીના આવ્યા છે, ખાનગી હોસ્પિટલમાં બે દિવસમાં 125 જેટલા કેસ વધી ગયા છે, બે દર્દીને તો તાવ અને ઝાડા-ઉલ્ટી વધુ હોય ખાનગી હોસ્પિટલમાંથી રાજકોટ લઇ જવામાં આવ્યા છે, જામનગર જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર પણ સચેત થઇ ગયું છે અને જી.જી.હોસ્પિટલના ડોકટરોની જેમ કોેલેરા અંગેની માહીતી પુરી પાડે છે, આ ડોકટરો માહિતી છુપાવતા નથી પરંતુ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી હરીશ ગોરી ફોન પણ ઉપાડતા નથી અને યોગ્ય માહિતી પણ આપતા નથી. આ અંગે મ્યુ.કમિશ્નરે તાત્કાલીક પગલા લેવા જોઇએ એવું લોકોમાં બોલાઇ રહ્યું છે.
શહેરમાં તળાવની પાળ, પટેલકોલોની, સેન્ટઆન્સ સ્કુલ પાસે, એમ્યુઝમેન્ટ પાર્ક, અંબર ટોકીઝ રોડ, રણજીતનગર, સાધનાકોલોની સહિતના કેટલાક વિસ્તારોમાં કેટલાક ખાદ્ય પદાર્થો ખુલ્લેઆમ વેંચવામાં આવે છે, પરંતુ કોર્પોરેશનની આરોગ્ય ટીમને આ વસ્તુ દેખાતી નથી, એક તો કોર્પોરેશનના મુખ્ય મેડીકલ ઓફીસરની જગ્યા હજુ સુધી ભરવામાં આવી નથી, જામનગરની વસ્તી પ્રમાણે પુરતો સ્ટાફ પણ નથી, અધિકારીઓ પોતાની મનમાની કરે છે, છતાં પણ ડીએમસી કે કમિશ્નર કડક પગલા લેતા નથી, ત્યારે જામ્યુકોના પદાધિકારીઓને શહેરીજનોના આરોગ્ય અંગે ચિંતા હોવી જોઇએ તે જરી છે. જો કે સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ આજકાલ સાથેની વાતચીતમાં એક-બે દિવસમાં કેટલાક પદાર્થો ન વેંચવા અંગે પ્રતિબંધીત જાહેરનામુ બહાર પાડવામાં આવશે તેવી વાત કરી છે, પરંતુ નસીબ તો સારા છે કે હજુ સુધી જામનગરમાં કોલેરાથી કોઇનું મૃત્યુ થયું નથી.
ફુડ શાખા દ્વારા બરફ, ગોલા, કુલ્ફી અને કેટલીક હોટલો ચેક કરવામાં આવતી નથી, બરફના કારખાનામાં તમે જુઓ તો બરફ કેવા પાણીથી બને છે તે અંગે કોઇ વિચારતું નથી અને તેથી જ કોેલેરા પાણીજન્ય રોગ દિન-પ્રતિદિન ફેલાતો જાય છે. જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં તો છેલ્લા 15 દિવસથી ફીણવાળુ પાણી નળવાટે આવે છે, આ અંગે ફરિયાદ કરો ત્યારે અધિકારીઓની ટીમ ચેક કરવા આવે છે, પરંતુ એવા કોઇ નકકર પગલા લેતું નથી અને હજુ પણ રામેશ્ર્વરનગર, પટેલ કોલોની, નવાગામ ઘેડ વિસ્તારમાં નળવાટે ગંદુ પાણી આવે છે તે પણ હકીકત છે.
શહેરમાં રોગચાળો ફાટી નિકળે તો જવાબદારી કોની ? કોર્પોરેશન શા માટે કડક પગલા લેતું નથી ? જાહેરનામા બહાર પાડવામાં પણ વિલંબ શેનો ? શું 25 થી 30 કોેલેરાના કેસ થઇ જાય અને 400-500 લોકો તાવ, ઝાડા-ઉલ્ટીના કેસોમાં સપડાઇ જાય ત્યારે જાહેરનામું બહાર પાડવું ? એક વખત રોગ વકરી જતો હોય કાબુમાં આવતા બહુ સમય લાગે છે એવા અરસામાં જામ્યુકોનું આરોગ્ય તંત્ર કેવી કામગીરી કરે છે તે લોકોને પણ ખબર છે. શહેરમાં અઠવાડીયાથી મચ્છર અને માખીનો પણ ઉપદ્રવ વધી ગયો છે, દવાઓ પાછળ લાખો પિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શહેરમાં ભાગ્યેજ કોઇ વિસ્તારોમાં કે જયારે કોર્પોરેશનનો કોઇ કાર્યક્રમ હોય તે વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે.
વિપક્ષી નેતાગીરી પણ નબળી છે, સામાન્ય બોર્ડમાં લોકોને લગતા આરોગ્યના પ્રશ્ર્નો અંગે બેમાંથી કોઇ પક્ષને ચચર્િ કરવામાં કોઇ રસ નથી, જો કોઇ ચચર્િ કરે તો તેના અવાજને દાબી દેવામાં આવે છે, શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં ગંદકીના થર જામ્યા છે, આ ગંદકી નીવારવા માટે ઠોસ કદમ નહીં ઉઠાવાય તો આગામી અઠવાડીયામાં જામનગરમાં તાવ, ઝાડા-ઉલ્ટી સાથે કોલેરાના કેસો વધી જશે તે નકકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech