શિવમ દુબેએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણીની પ્રથમ બે મેચમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. મોહાલી ખાતેની ટી20માં તેણે બે ઓવરમાં માત્ર 9 રન આપીને એક વિકેટ લીધી અને બાદમાં 40 બોલમાં 60 રન બનાવી ટીમ ઈન્ડિયા માટે વિજય મેળવવાનો માર્ગ મોકળો કર્યો. હવે ઈન્દોર ટી20માં પણ તેણે એક વિકેટ લીધી અને 32 બોલમાં 63 રન બનાવ્યા. શિવમ દુબેના બે અદ્ભુત પ્રદર્શને તેને ટી20 વર્લ્ડ કપની ટીમની રેસમાં ઘણો આગળ ધકેલી દીધો છે.
શિવમ દુબે અહીં હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે દેખાઇ આવે છે. તે મધ્યમ અને તીવ્ર ગતિથી બોલિંગ કરે છે અને ઝડપી બેટિંગ પણ કરી જાણે છે. તેણે છેલ્લી બે મેચોમાં જે રીતે ઓલરાઉન્ડ પ્રદર્શન કરી બતાવ્યું છે. તે ચોક્કસપણે તેને ટી20 વર્લ્ડ કપ માટે પસંદગીકારોની નજરમાં લાવી મૂકે તેવું છે.
જો શિવમ દુબે ભવિષ્યમાં આઈપીએલ દરમિયાન આ પ્રકારનું પ્રદર્શન કરશે તો તે ટી20 વર્લ્ડ કપ રમી શકે તેમ ચોક્કસથી કહી શકાય. આવી સ્થિતિમાં ત્રણ ખેલાડીઓ માટે તે ખતરો બની શકે છે. ટી20 વર્લ્ડ કપની ટીમમાં જો શિવમ દુબેની પસંદગી કરવીમાં આવે તો આ ખેલાડીની એન્ટ્રીના કારણે ઈશાન કિશન, તિલક વર્મા અને શ્રેયસ અય્યરને સાઇડલાઇન કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે.
વાસ્તવમાં, હાલમાં ટીમ ઈન્ડિયા પાસે ટી20 વર્લ્ડ કપની ટીમની પસંદગી માટે દરેક સ્થાન માટે બેથી ત્રણ નામ છે. આમ પણ 15 સભ્યોની ટીમમાં જગ્યા બનાવવી તે દરેક ખેલાડી માટે એક મોટો પડકાર હોય છે. કેટલાક ખેલાડીઓ છે જેમનું ટી20 વર્લ્ડ કપમાં સ્થાન હાલની તકે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
વાત શિવમ દુબેની છે. જો આ ખેલાડીને ટી20 વર્લ્ડ કપમાં લેવામાં આવે છે, તો તેને ચોથાથી છઠ્ઠા બેટિંગ ક્રમમાં મિડલ ઓર્ડરમાં વિકલ્પ તરીકે પસંદ કરી શકાય છે. કારણ કે ઓપનિંગ સ્લોટ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ કે શુભમન ગિલ માટે બુક થાય. આ પછી વિરાટ કોહલી ત્રીજા સ્થાને અને સૂર્યકુમાર યાદવ ચોથા સ્થાને છે. ત્યાર બાદ હાર્દિક પંડ્યા પાંચમા નંબરે આવે છે. અહીં છઠ્ઠા અને સાતમા ક્રમે બેટિંગ કરવા માટે કેએલ રાહુલ, જીતેશ શર્મા, રિંકુ સિંહ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા નામ છે. આવી સ્થિતિમાં, જો શિવમ દુબેને અહીં વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવે તો શ્રેયસ અય્યર, ઇશાન કિશન અને તિલક વર્મા ચોક્કસપણે દૂર થાય તેવી હાલના સંજોગો શકયતા જણાવી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, શિવમ દુબેએ સ્થાનિક ક્રિકેટમાં તેના મજબૂત પ્રદર્શનના આધારે નવેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ બેક ટુ બેક ખરાબ પ્રદર્શન બાદ આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં નિયમિત જગ્યા બનાવી શક્યો નથી. જો કે, આઇપીએલની છેલ્લી બે સિઝનમાં તેના જોરદાર પ્રદર્શનને કારણે તેને ફરીથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું અને હવે આ ખેલાડી અમુક હદ સુધી નિયમિત પ્રદર્શન કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech