17 વર્ષથી ખાલી કોલ્ડ ડ્રિંક્સ પર જીવતો છે આ માણસ !

  • May 23, 2023 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ખાવા-પીવાનું બંધ કરી દે તો તે ભાગ્યે જ થોડા દિવસ જીવી શકશે, કારણ કે જીવવા માટે ખોરાક અને પાણી બંને જરૂરી છે, પરંતુ આજકાલ એક એવી વ્યક્તિ સમાચારમાં છે, જેનો અજીબોગરીબ દાવો બહાર આવ્યો છે. લોકો મૂંઝવણમાં. તેણે દાવો કર્યો છે કે તેને ભૂખ નથી લાગતી, તે માત્ર કોલ્ડ ડ્રિંક્સ પીવાથી જ જીવિત છે અને તે પણ 17 વર્ષથી !


આ વ્યક્તિનું નામ ગોલામરેઝા અરદેશીરી છે. અહેવાલ મુજબ આ વ્યક્તિનું કહેવું છે કે તેણે વર્ષો પહેલા ખાવાનું છોડી દીધું હતું. તેણે છેલ્લે વર્ષ 2006માં અનાજ ખાધું હતું અને ત્યારથી તેણે ક્યારેય અનાજ ખાધું નથી. તે માત્ર અને માત્ર કોલ્ડ ડ્રિંક્સ પીને જીવિત છે. તેને કોલ્ડ ડ્રિંક્સ પીધાને 17 વર્ષ થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે તે એકદમ સ્વસ્થ છે. તેને કોઈ શારીરિક સમસ્યા નથી.
​​​​​​​

રિપોર્ટ્સ અનુસાર, ગોલામરેઝા ઈરાનનો રહેવાસી છે. તે ફાઈબર ગ્લાસ રિપેર કરવાનું કામ કરે છે. તે કહે છે કે તેનો આખો દિવસ પેપ્સી અથવા 7UP પીને પસાર થાય છે. આ સિવાય તે બીજું કંઈ પચાવી શકતો નથી. જો કે એવું નથી કે તે કંઈક ખાવાની કોશિશ કરતો નથી, પરંતુ જ્યારે પણ તે મોંમાં કંઈક નાખે છે ત્યારે તેને ઉલ્ટી થઈ જાય છે. તે કહે છે કે કોલ્ડ ડ્રિંક્સમાંથી તેને જે એનર્જી મળે છે તે જ તેને જીવંત રાખે છે અને આટલું તેનું પેટ ભરવા માટે પૂરતું છે.

આ સમસ્યા અંગે ગોલામરેઝાએ ડોક્ટર્સનો પણ સંપર્ક કર્યો હતો અને તેમને જણાવ્યું હતું કે જ્યારે પણ તે કંઇક ખાવાનો પ્રયત્ન કરે છે ત્યારે ઉલટી થઇ જાય છે, જ્યારે તેઓ જ્યારે કોલ્ડ ડ્રિંક પીવે છે ત્યારે આવી કોઈ સમસ્યા આવતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application