આ પત્રકાર છે દેશની સૌથી દાનવીર મહિલા, ગરીબો અને અનાથો પાછળ કર્યું 170 કરોડનું દાન 

  • November 04, 2023 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વમાં બિલ ગેટ્સથી લઈને વોરન બફેટ સુધીના ઘણા અબજોપતિઓ છે, જેઓ દાન કરવામાં આગળ છે. ભારતમાં પણ દાતાઓની કમી નથી, HCLના શિવ નાદર, વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીથી લઈને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી જેવા મોટા નામો આમાં સામેલ છે. જેઓ પોતાની કમાણી શિક્ષણ અને આરોગ્ય સહિત અનેક ક્ષેત્રોમાં ખુલ્લેઆમ દાન કરે છે.


હાલમાં જ જાહેર કરાયેલ એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં સૌથી વધુ દાન આપનાર ભારતીય મહિલા ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીની પત્ની રોહિણી નિલેકણી છે. તેમના પતિની જેમ, રોહિણી પણ સામાજિક કાર્ય માટે પરોપકારમાં સૌથી આગળ છે અને આ વખતે તેણે અન્ય પરોપકારી મહિલાઓને પાછળ છોડીને સૌથી મોટી સેવાભાવી મહિલાનો ખિતાબ જીત્યો છે. એડલગીવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2023માં બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, રોહિણી નિલેકણીએ મોટી રકમનું દાન કર્યું છે.


હુરુનની તાજેતરની ભારતીય પરોપકારીઓની યાદીમાં સામેલ મહિલાઓ વિશે વાત કરીએ તો, રોહિણી નિલેકણી ટોચ પર છે. તેણે 170 કરોડ રૂપિયાની જંગી રકમ દાનમાં આપી છે. આટલી મોટી રકમનું દાન કરીને જ્યાં એક તરફ રોહિણી મહિલા દાતાઓમાં પ્રથમ સ્થાન પર રહી છે, તો બીજી તરફ તેને દેશના 10 સૌથી અમીર દાતાઓની યાદીમાં પણ સ્થાન અપાયું છે. રોહિણી ઉપરાંત, જે મહિલાઓએ ઉદારતાથી દાન આપ્યું તેમાં અનુ આગા અને થર્મેક્સના પરિવાર (રૂ. 23 કરોડ), યુએસવીના લીના ગાંધી તિવારી (રૂ. 23 કરોડ)નો સમાવેશ થાય છે.


નંદન નીલેકણીની પત્ની 63 વર્ષીય રોહિણી નિલેકણી વ્યવસાયે પત્રકાર છે અને એનજીઓ પણ ચલાવે છે. તેઓ શિક્ષણ, આરોગ્ય, પાણી અને સ્વચ્છતા સંબંધિત કાર્યોમાં પણ સક્રિય ભાગીદારી દર્શાવે છે. મુંબઈમાં જન્મેલી રોહિણી નિલેકણી દ્વારા આપવામાં આવેલા દાનનો મોટો હિસ્સો શિક્ષણ સંબંધિત કાર્યોમાં જાય છે. રોહિણીની જેમ તેમના પતિ નંદન નિલેકણી પણ દાતાઓની ટોપ-10 યાદીમાં છે. નંદન નિલેકણીએ ગયા નાણાકીય વર્ષમાં 189 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.


દેશના ટોચના 10 દાતાઓની વાત કરીએ તો HCLના સ્થાપક શિવ નાદર આ યાદીમાં પ્રથમ સ્થાને છે. 78 વર્ષના શિવ નાદર છેલ્લા પાંચ વર્ષમાં સતત ત્રીજી વખત આ યાદીમાં ટોચ પર છે. અઝીમ પ્રેમજીનું નામ બીજા ક્રમે આવે છે. સૌથી મોટી દાતા મહિલા રોહિણી નિલેકણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application