પેટ્રોલ પંપ પર શૂન્ય જોવાના ચક્કરમાં ગ્રાહકને આ રીતે લાગી જાય છે ચૂનો

  • July 21, 2023 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેટ્રોલની ઘનતા 720 થી 850 કિગ્રા પ્રતિ ઘન મીટર નક્કી કરવામાં આવી છે. ડીઝલની ઘનતા 820 થી 850 કિગ્રા પ્રતિ ઘન મીટર નક્કી કરવામાં આવી છે.


વાહનમાં પેટ્રોલ ડીઝલ પુરાવા જાય ત્યારે શૂન્ય જોવાનું કહેવામાં આવે છે. પણ શૂન્ય હોવા છતાં ગ્રાહકને ચૂનો તો લાગી જ જાય છે. તમારે માત્ર મીટરમાં શૂન્ય પર જ તીક્ષ્ણ નજર રાખવાની જરૂર નથી પણ અન્ય જગ્યાએ પણ નજર રાખવાની જરૂર છે.


તમારા વાહન પેટ્રોલ-ડીઝલની શુદ્ધતા સાથે સંબંધિત છે. જેમાં હેરાફેરી કરીને ગ્રાહક સાથે છેતરપિંડી થઈ શકે છે. પેટ્રોલ પંપના મીટરમાં કેટલું પેટ્રોલ ભર્યું તે ડેટા જોઈ શકાય છે. આ મીટરની સ્ક્રીન પર ઘનતા પણ દેખાય છે. જે ઇંધણની ગુણવત્તા એટલે કે શુદ્ધતાને સીધી રીતે પ્રતિબિંબિત કરે છે. આનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.


પેટ્રોલ પંપ પર મીટરમાં ઇંધણની માત્રા દર્શાવતા વિભાગમાં નહીં પરંતુ ઘનતા દર્શાવતા વિભાગમાં થાય છે. પેટ્રોલ પંપના કર્મચારીઓ મીટરમાં શૂન્ય જોવાનું કહે છે. પરંતુ ઘનતા જોવાનું કહેતા નથી. આવી સંખ્યા ઘણી ઓછી હશે જેઓ તેના પર ધ્યાન આપતા હશે.


પેટ્રોલ પંપ મશીનમાં હાજર આ ઘનતા મીટરનો સીધો સંબંધ ઈંધણની શુદ્ધતા સાથે છે. આ આંકડો સરકારે નક્કી કર્યો છે. તે ઘનતા દ્વારા ચકાસી શકાય છે કે કાર અથવા બાઇકમાં જે પેટ્રોલ અથવા ડીઝલ નાખવામાં આવે છે તે સંપૂર્ણ રીતે શુદ્ધ છે એટલે કે તેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ નથી. જો આના પર નજર નહીં રાખો તો શક્ય છે કે વાહનમાં ભેળસેળયુક્ત ઇંધણ નાખવામાં આવે છે. તેનાથી પૈસા તો બગડશે જ, પરંતુ વાહનના એન્જિનને પણ નુકસાન થશે.


ઘનતા માટે નિર્ધારિત ધોરણો સાથે ચેડા કરીને છેતરપિંડી કરવામાં આવે છે. જ્યારે ચોક્કસ માત્રામાં તત્વોનું મિશ્રણ કરીને ઉત્પાદન તૈયાર કરવામાં આવે છે. ત્યારે તેના આધારે તે પદાર્થની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. તેમાં સહેજ પણ તફાવત હોય તો પણ સમજી શકાય છે કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે.


પેટ્રોલની ઘનતા 720 થી 750 કિગ્રા પ્રતિ ઘન મીટર નક્કી કરવામાં આવી છે. જયારે ડીઝલની ઘનતા 820 થી 850 કિગ્રા પ્રતિ ઘન મીટર નક્કી કરવામાં આવી છે.


જે રીતે દરરોજ સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવે છે. તેવી જ રીતે દરરોજ સવારે પેટ્રોલ અને ડીઝલની ઘનતા તપાસ્યા બાદ તેને પેટ્રોલ પંપ દ્વારા પણ અપડેટ કરવામાં આવે છે. જો ઇંધણમાં કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માંગતા હોવ તો ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ ભરતી વખતે માત્ર શૂન્ય પર જ નહીં પરંતુ ઘનતા પર પણ ધ્યાન આપો.


સામાન્ય રીતે હાલ જુના પેટ્રોલ પંપ પર બોર્ડ પર  ઇંધણની ઘનતા લખેલી હોય છે અને રોજ અપડેટ પણ કરવામાં આવે છે.છતાં પણ ગ્રાહકો એ જોતા નથી. હવે નવા બનતા પેટ્રોલ પંપના મીટર પર ડિજિટલાઇઝેશન જોવા મળે છે. જેમાં ઇંધણના ભાવ,ઘનતા,લીટર બધુ એક મીટરમાં જ બતાવે છે. પરંતુ ગ્રાહકો માત્ર લીટર અને શૂન્ય જોવે છે.હજુ પણ મોટાભાગના લોકો ઇંધણની ઘનતા જોતા નથી. જો લોકોમાં આ ઘનતા જોવાની આદત પડી જાય તો કોઈ પેટ્રોલ પંપના માલિકો કે તેમના કર્મચારીઓ ભેળસેળ કરતા અટકી જશે અને ગ્રાહકો પોતાના વાહનોના એન્જીનને ભેળસેળયુક્ત ઇંધણ આપી શકશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application