ભાણવડની બીએસએનએલ કચેરીમાં ચોરી, પોલીસ ફરીયાદ

  • February 03, 2023 11:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડમાં આવેલી બીએસએનએલ કચેરી કમ્પાઉન્ડમાંથી ગત સપ્તાહ દરમિયાન કેબલ વાયર સહિતના મુદ્દામાલની ચોરી થવા સબબ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.



ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં આવેલી બીએસએનએલ ઓફિસ તેમજ ક્વાર્ટરના કમ્પાઉન્ડમાંથી ગત તારીખ ૨૫ જાન્યુઆરીથી તારીખ ૨૮ જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અંદર પ્રવેશી અને જુદા જુદા સ્થળેથી કુલ રૂપિયા ૨૮,૦૦૦ ની કિંમતના જુદા જુદા તાંબાના કેબલ વાયર તેમજ બંધ હાલતમાં રહેલી જૂની સબમર્સીબલ મોટર કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. આ બનાવ અંગે ભાણવડ પોલીસે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application