આભની અટારીએથી યૌવન વિંઝશે પતંગો; આવતી કાલે ઉત્તરાયણ

  • January 13, 2023 08:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શનિ રવિની રજા હોવાથી સૌરાષ્ટ્ર્રમાં પણ આ વર્ષે વાસી ઉત્તરાયણ ઉજવવાનો માહોલ: વહેલી સવારથી મોડી સાંજ સુધી પતંગબાજો લગાવશે પતંગોના પેચ: દાન ,પુણ્યની સરવાણી, કમૂરતા પૂરા થતાં આગામી સાહથી લની ગુંજશે શરણાઈ




આવતીકાલે મકરસંક્રાંતિની સૌરાષ્ટ્ર્રમાં આનદં ઉત્સાહ અને એ.. કાપ્યો છે..ની ચિચિયારીથી માહોલ ગુંજી ઉઠશે. આ વર્ષે પતગં ઉત્સવના પર્વને ઉજવવા પતગં વીરો એ બાવડાં કસી લીધા છે. કાલે વહેલી સવારથી લઈને મોડી રાત્રે સુધી રંગબેરંગી પતંગોથી સૌરાષ્ટ્ર્રનું આભ ખીલી ઉઠશે.





આવતીકાલે ૧૪ મી એ મકરસંક્રાંતિના પર્વ સાથે રવિ ની રજાનો જોરદાર મેળ થયો હોવાથી તહેવાર પ્રેમી સૌરાષ્ટ્ર્રવાસીઓ પણ ભારે ઉત્સાહમાં આવી ગયા છે. આ વર્ષે મન મૂકીને તહેવારની ઉજવણીમાં લાગી ગયા છે અમદાવાદ વડોદરા ની જેમ આ વખતે સૌરાષ્ટ્ર્રમાં પણ વાસી ઉતરાણની ઉજવણીના મૂડ માં છે.




ઉત્તરાયણ નું પર્વ એટલે દાન પુણ્યના તહેવાર સાથે પતંગો ચગાવવાનો અનેરો આનદં અને સાથે પતંગોને લૂંટવાનો પણ ઉત્સાહ. જેમ યૌવન વીંઝે પાંખ એવી જ રીતે આવતીકાલે વહેલી સવારથી ઘરની અગાસી , એપાર્ટમેન્ટની ટેરેસ કે બહત્પમાળી બિલ્ડીંગો ની છત પર સુરજદાદાના આગમન સાથે જ યુવાનો પતંગો અને ફીરકી લઈને મોડી સાંજ સુધી ધામા નાખી દેશે. ડીજે,મ્યુઝિક અને રાસ ગરબાની રમઝટ સાથે એ કાપ્યો છે....હત્પં છું પતગં ને તું છે ડોર.. ની ઓલ ટાઈમ ફેવરિટ સોંગ સાથે પતગં ઉત્સવને પતગં પ્રેમીઓ સાથે પરિવારજનો પણ ઉજવણીમાં વ્યસ્ત થઈ જશે. અગાસીમાં પતંગો અને ફીરકીના અડા સાથે ચીકી,જીંજરા અને બોર સહિત ટેસ્ટી વેરાયટી સભર મેનુ અને બપોરે પૂરી યાત અને સાંજ પડશે ને બહાર ખાણીપીણીના સ્થળો પર ભરચક ભીડ જોવા મળશે. આવતીકાલે મકરસંક્રાતિએ રાત્રે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતો હોવાથી દાન પુણ્ય અને ધાર્મિક દ્રષ્ટ્રિએ રવિવારે મકરસંક્રાંતિની ઉજવણી થશે. આવતીકાલે મંદિરો તેમજ હવેલી માં મકરસંક્રાંતિ ના પર્વ નિમિત્તે આયોજનો કરવામાં આવ્યો છે. મકરસંક્રાતિના તહેવારની સાથો સાથ કમુરતા નો સમય પણ પૂરો થતો હોવાથી આગામી સાહથી લગાળાની ધૂમ સિઝન ચાલુ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application