અયોધ્યા અને શ્રીલંકા વચ્ચે ફરી બંધાશે સંબંધ, લંકામાં બનશે પ્રભુ રામનું મંદિર તો ભારતમાં મોટા પાયે ઉગાડાશે સંજીવની બુટી

  • May 18, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે શ્રીલંકાના હાઈ કમિશનર અશોક મિલિંડા મોરાગોડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક સીએમ યોગીના નિવાસસ્થાને થઈ હતી. આ દરમિયાન તેમણે શ્રીલંકામાં સ્થિત અશોક વાટિકાનો પથ્થર મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો. આ સાથે વારાણસી એરપોર્ટ પર લગાવવામાં આવનારા બે પેઈન્ટિંગ્સ પણ મુખ્યમંત્રીને રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે શ્રીલંકા અહીં રામાયણકાલીન સ્થળોનો પણ વિકાસ કરશે. જેના કારણે અયોધ્યા અને શ્રીલંકા વચ્ચેના સંબંધો વધુ મધુર બનશે.


મુખ્યમંત્રી અને શ્રીલંકાના હાઈ કમિશનર વચ્ચે યોજાયેલી લાંબી મંત્રણામાં બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર વિશેષ ચર્ચા થઈ હતી. આ દરમિયાન શ્રીલંકામાં રામાયણ કાળ સાથે સંબંધિત વિવિધ સ્થળોના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેથી ભારતના અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના નાગરિકોને શ્રીલંકામાં હાજર રામાયણ સ્થળોની મુલાકાત લેવાની તક મળી શકે. આ સાથે મુખ્યપ્રધાને શ્રીલંકાથી યુપીમાં સંજીવની બુટીના પ્લાન્ટ મોટા પાયા પર લાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.


અશોક મિલિન્દા મોરાગોડાએ તાજેતરના વર્ષોમાં ઉત્તર પ્રદેશમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે શ્રીલંકા અને યુપી વચ્ચે રામાયણ સમયથી સૌહાર્દપૂર્ણ સંબંધો છે. સંસ્કૃતિ અને પર્યટન ક્ષેત્રે બંને દેશો વચ્ચે વધુ સહયોગની દિશામાં આ સંવાદ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. અશોક મિલિન્દા મોરાગોડા 2020 થી ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર છે.



અશોક મિલિંજાએ કહ્યું કે શ્રીલંકા રામાયણના સ્થળોનો વિકાસ કરશે, જેથી ફરી એકવાર અયોધ્યા અને શ્રીલંકા વચ્ચે વધુ સંબંધો બનશે. શ્રીલંકાના હાઈ કમિશનર અશોક વાટિકાની શિલાઓ પણ લઈને આવ્યા હતા જે તેમણે સીએમ યોગીને આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application